સુરતમાં આ મહીલાએ તેના બે બાળકોનું પણ નો વિચાર્યું, પોતાનાજ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ! હાથમાં લખ્યું, “મેરા પતિ…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં બે સંતાનની માતાએ ગળેફાંસો ખાઈને તેના જીવનનો અંત આણ્યો છે. તો વળી મારતા પહેલા હાથમાં અને હાથની હથેળી આવું લખ્યું કે જાણીને ચોકી જશો. આવો તમને આ આપઘાતનો કિસ્સો વિગતે જણાવીએ.
જણાવીએ તો આપઘાતનો આ ધ્રુજાવી દેતો કિસ્સો ૨૪ જાન્યુઆરીના રોજ બન્યો હતો અને આ કિસ્સો સુરત શહેરના પરવટ ગામમાંથી સામે આવી રહ્યો છે જ્યાં રહેતી મૂળ ઝારખંડની ૨૭ વર્ષીય સીતા ગોસ્વામીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે. તેમના આ પગલાને કારણે ૨ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આપઘાતની આ ઘટના બાદ પરિવાર પર દુખના આભ ફાટી પડ્યા હતા. તો આ ઘટનાની જાણ પરિવારને થતા તરતજ તેઓએ પોલીસને જાન કરી હતી અને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
તેમજ મળતી માહિતી પ્રમાણે 27 વર્ષીય સીતા પ્રવીણ ગૌસ્વામીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ મહિલાએ હથેળી પર હિન્દીમાં ‘મુજે મેરા પતિ બહોત પરેશાન કરતા હૈ. મેરી કોઈ ગલતી નહીં હૈ. મેં જીના ચાહતી હું. ઇતની પરેશાની મેં કેસે જીઉંગી. મેરા પતિ મુજે બદનામ કરતા હૈ. ગંદી ગંદી ગાલી રોજ મારના પીટના નહીં સહ પા રહી હું. મેરા પતિ ગલત હૈ. મુજે બરબાદ કરના ચાહતા હૈ. મેરા જમાઈ ઓર સસુરજી કી કોઈ ગલતી નહીં હૈ. મેં થક ગઈ હું.’ પરિણીતાએ પોતાની હથેળી અને હાથ ઉપર હિન્દીમાં લખાણ લખ્યું છે.
મહિલાએ આપઘાત કરી લીધો તે ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આમ આ સાથે જણાવીએ તો પત્નીની હથેળી જોઇને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે, પત્નીએ પતિના ત્રાસને કારણે આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, પરિવાર ફરિયાદ આપશે તો પતિ સામે ગુનો દાખલ થઇ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.