વડોદરાની આ મહીલા એ અમેરિકા ના લોકોને પણ ખીચડી ખાતા કરી દીધા ! હવે વર્ષ ખીચડી વેચીં એટલો બીઝનેસ કરે કે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતી ધારે તો હિમાલયમાં પણ આઇસ્ક્રીમ કેન્ડી વેંચી આવે! ખરેખર ગુજરાતીઓ ધંધાદારીમાં દમદાર હોય છે. આજે વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ ઉધોગપતિઓ અને વેપારીઓ પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠાં છે, ત્યારે આજે આપણે વાત જાણીશું એક એવી યુવતી વિશે જે અમેરિકા ના લોકોને પણ ખીચડી ખાતા કરી દીધા ! હવે વર્ષ ખીચડી વેચીં એટલો બીઝનેસ કરે કે તમે જાણીને નવાઇ પામી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયી છે. ચાલો આ યુવતિની સફળતાની કહાની વિશે જાણીએ.

વાત જાણે એમ છે કે, ગુજરાતીઓ તો વિદેશની ધરતી પર પણ આ સ્વાદ અને સુગંધ પહોંચ્યા છે. વિદેશમાં વસતાં ગુજરાતીઓ કે ભારતીયો જ નહીં ત્યાંના મૂળ નાગરિકોને પણ હવે તો કાઠિયાવાડી વાનગીનો રસ જાગ્યો છે. જેનું ઉદાહરણ છે ખીચડી. દાળ-ચોખા અને મસાલા નાખીને બનતી ખીચડી અમેરિકનોને દાઢે વળગી છે. ખરેખર ખીચડી વિના તો ગુજરાતીઓનું જમવાનું અધૂરૂ છે. સાદી ખીચડી હોય કે વઘારેલી પણ ખીચડી તો ખાવી જ જોઈએ.

આજે આપણે વાત કરીશું સોનલ ખાખર વિશે જેના લીધે ખીચડીનો બાઉલ અમેરિકનાં લોકો માટે લોકપ્રિય વાનગી બની ગઈ છે. માત્ર અમેરિકા જ નહીં હવે તો ‘લેન્ટિલ-રાઈસ રેડી ટુ ઈટ પોટબોઈલર’ કેનેડામાં પણ ડંકો વગાડવા તૈયાર છે. તેમને રેડી-ટુ-ઈટ ખીચડી ત્રણ વર્ષ પહેલા લોન્ચ કરી હતી. ત્યારે ત્યાં વસતા NRIમાં ખૂબ લોકપ્રિય થઈ હતી. આશ્ચર્યની વચ્ચે અમેરિકન્સને પણ ખૂબ ભાવી અને 75 ટકા પ્રોડક્ટ અમેરિકનો લઈ જાય છે.

આ વાત છે, આજથી 15 વર્ષ પહેલાની જ્યારેસોનલ ખાખર તેમના પતિ સતિષ સાથે વડોદરાથી અમેરિકા રહેવા આવેલ. બિઝનેસ શરૂ કરતાં પહેલા જ મેં માર્કેટ સર્વે કર્યો હતો અને મને હતું કે લોકોને પસંદ આવશે. જોકે, મને આશ્ચર્ય એ વાતનું થયું કે, સ્થાનિકોએ પણ સારો પ્રતિસાદ આપ્યો હતો. મોટાભાગના ગ્રાહકો વીગન છે ને લંચમાં કંઈક હેલ્ધી ખાવાનું પસંદ કરે છે. ખીચડી ગ્લુટેન-ફ્રી હોવા ઉપરાંત પ્લાન્ટ બેઝ્ડ પ્રોટિન હોવાથી લોકપ્રિય બની

માર્કેટમાં ઘણાં રેડી-ટુ-ઈટ ખાદ્યપદાર્થો મળે છે પરંતુ મોટાભાગના આરોગ્યપ્રદ નથી હોતા. કેફેમાં ગયા વિના જ લોકો લંચ લઈ શકે તેવું કંઈક આપવાનો મારો વિચાર હતો.આખરે ખીચડી ને પસંદ કરી.કેમ્પ હોય કે ટ્રેકિંગ કે પછી કોલેજ લંચ જ કેમ ના હોય એક વાટકો ખીચડી હવે દરેક અમેરિકનની બેગમાં મળી રહેશે અને હજુ તો ખીચડીનાં વ્યવસાયને આગળ લઈ જવા માગે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *