એક સમયે KBC મા એક કરોડ રુપીયા જીતી હતી આ મહીલા ! આજે શુ કરે છે એ જાણી ને આંચકો લાગશે

કોન બનેગા કરોડપતિ ની નવી સીઝન ટૂંકમાં જ આવવાની છે માત્ર ૨ દિવસ પછી તમારો ફેવરિટ શો તમને જોવા મળશે.KBC ૧૪ શરૂ થવા જઇ રહ્યું છે. KBC સીઝન ૧૨ ની બીજી કરોડપતિ વિજેતા બની ચૂકેલી મોહિતાં શર્મા ની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. KBC સીઝન ૧૨ માં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠેલી આઇપીએસ અધિકારી મોહીતા શર્મા હાલમાં શું કરી રહી છે.

કોન બનેગા કરોડપતિ ની પહેલી કરોડપતિ કમ્યુનિકેશન ઓફીસર નાઝિયા નસીમ હતી.ત્યાર પછી આઇપીએસ મોહીતાં શર્મા બીજી કરોડપતિ બની હતી.હિમાચલ પ્રદેશના કંગ્ડા ની નિવાસી આઇપીએસ મોહિતા શર્મા માટે આ સફર સરળ નહોતું.પરંતુ તે એટલું બધું નામુમકીન પણ નહોતું.પહેલા તે દરેક મુશ્કેલીને પાર કરીને IPS ઓફિસર બની.ત્યાર પછી કરોડપતિ બની સાબિત કરી બતાવ્યું કે મહિલા પોતાની જીદ પર આવી જાય તો દરેક કાર્ય કરી શકે છે.

કંગડા ની નિવાસી મોહિતા શર્મા હાલમાં જમ્મુ કાશ્મીર માં પોતાની ફરજ બજાવી રહી છે. મોહીતા શર્મા ૨૦૧૭ ની બેંકની આઇપીએસ અધિકારી છે જે પોતાની ફરજ બહુ નિષ્ઠા થી બજાવી રહી છે.જમ્મુ કાશ્મીર માં તેમને ૨ સ્ટેશન સોંપવામાં આવ્યા છે અને ચુનોતિભરેલા વિસ્તારોમાં તેમને શાંતિ સ્થાપવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. મોહિતા શર્મા પોતાના કામ ની સાથે સોશિયલ મીડિયા પર પણ બહુ એક્ટિવ જોવા મળે છે.

કોન બનેગા કરોડપતિ ના શોમાં જે રીતે આત્મવિશ્વાસ અને જ્ઞાનના આધારે મોહિતા શર્મા કરોડપતિ બની હતી તેના વખાણ બિગ બી એ પણ કર્યા હતા.એક કરોડ રૂપિયા જીત્યા પછી તેમને સાત કરોડ રૂપિયા માટે રમવાનું હતું.પરંતું તે પોતાના જવાબ ને લઈને અસ્મંજન માં હતી.આથી તેમણે આ શો ને વચ્ચેથી જ મૂકી દીધી હતો

મોહિતા શર્માની પર્સનલ લાઇફ અંગે જોવામાં આવે તો તેમણે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ના ઓફિસર રુશલ ગર્ગ સાથે લગ્ન કર્યા હતા. રુસલ જમ્મુ કાશ્મીર કેડરમાં જ છે અને તેમનું મૂળ વતન ચંદીગઢ છે.આઇપીએસ અધિકારી મોહિતા શર્માના ઈન્સ્ત્રાગ્રામ એકાઉન્ટ પર તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા અને તેમના દેશ પ્રત્યે સેવા કરવી કેટલી પસંદ છે તે જોઈ શકાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.