આ મહિલા પોલીસ પોતાના 7 મહિના ના બાળક ને સાથે રહી ને ફરજ બજાવે છે ! ખરેખર ધન્યવાદ ને પાત્ર છે આ મહિલા…
આપણે રોજ બરોજ પોલીસ કર્મીઓને ઘણા અવનવા કામ કરતા જોતા હોઈએ છીએ ,ઘણા પોલીસ કર્મીઓ દિવસ રાતને જોયા વગર પોતાની ફરજ બજાવતા હોય છે .પોલીસ કર્મીમાં માત્ર પુરુષો જ ની પરંતુ મહિલા કર્મિઓ પણ લોકોની મદદ માટે હમેશા ખાડા પગે જોવા મળતી હોય છે.
દરેક મહિલા કર્મીને પોતાની ફરજ પ્રત્યે પ્રેમ અને લાગણી હોય છે.સાથે સાથે મહિલા કર્મીઓતો પોતાના પરિવારની અને માતાની પણ ફરજ બજાવતી જોવા મળતી હોય છે.આજે આપડે એવી જ એક મહિલા કર્મીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સાત મહિનાના બાળકને લઈને તેની ફરજ નિભાવી રહી .
આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નું નામ સચીતા રાની રોય હતું,સચીતા રાનીની મેટરર્નીતી લીવ્સ પૂરી થઇ ગઈ હતી .આ મહિલા કોન્સ્ટેબલ આસામના સીલચર માં આવેલા માલુગ્રામ વિસ્તારની રહેવાસી હતી,આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ પોલીસમાં તેની ફરજ નિભાવતા હતા
.આ મહીલા કર્મીને પોતાની ફરજ પ્રત્યે ખુબ પ્રેમ હતો અને દરેક માતાની જેમ પોતાના બાળક પ્રત્યે પણ ખુબ પ્રેમ કરતી હોય છે.આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ની રજાઓ પૂરી થઇ ગઈ હતી તો તેના સાત મહિનાના બાળકને સાથે લઈને આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમની ફરજ નિભાવી રહી હતી
આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ એ એકસાથે ૨ દાખલા બેસાડીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમની નોકરીની સાથે સાથે માતા તરીકેની પણ ફરજ સારી રીતે નિભાવી રહી હતી,આથી આ જોઇને દરેક લોકો આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ના વખાણ કરી રહ્યા છે.