એક સમયે બેંકમાં સાફ સફાઈનું કામ કરતી આ મહિલા આજે SBI માં આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે.જાણો તેમની સફળતાની કહાની…

કહેવાય છે ને શરૂઆત ભલે સારી હોય કે ન હોય પરંતુ શરૂઆત કરતા કોઈ ન કોઈ માર્ગ અવશય મલી જાય છે જે આપના જીવનને એક લક્ષ્ય નક્કી કરવામાં મદદરૂપ બને છે.અને વ્યક્તિ કોઈ પણ સેત્રમા મહેનત અને સંઘર્ષ કરી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જો વ્યક્તિનો આત્મવિશ્વાસ મજબૂત હોય અને દરેક પરિસ્થિતિનો સામનો કરી શકતા હોય તો તેમની સફળતા નિશ્ચિત હોય છે.આવી જ કઈક સફળતા પૂનામાં રહેતી પ્રતિક્ષાબેને હાંસિલ કરી છે જેઓ એક સફાઈ કામદાર ના પદ પરથી બેંકમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા જોવા મળ્યા છે.

પૂનામાં રહેતી પ્રતીક્ષાબેન તોન્ડવલકર આસિસ્ટન્ટ જનરલ મેનેજર બની તે પહેલાં તેઓ એક સફાઈ કામદાર હતા.પ્રતીક્ષાબેનની સફળતાની કહાનીથી શીખ મળે છે કે દૃઢતા અને પાક્કો સંકલ્પ હોય અને સાથે આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.૧૯૬૪ માં જન્મેલી પ્રતીક્ષાબેન માટે આ કોઈ એક દિવસનો ચમત્કાર નહોતો પરંતુ તેના પાછળ તેની વર્ષોની મહેનત અને સંઘર્ષનું ફળ હતું. પ્રતીક્ષા બેનના લગ્ન ૧૭ વર્ષની ઉમરે થઈ ગયા હતા.પરંતુ ૨૦ વર્ષની ઉમરે જ તેઓ તેના પતિને ખોઈ બેસ્યા હતા.અને ઘર ચલાવવા માટે તેમને કામ ની જરૂર હતી પરંતુ તેમના પાસે કોઈ યોગ્ય લાયકાત નહોતી.

આમ છતાં પ્રતિક્ષાબેન એ પોતાના પરિવારને સપોર્ટ કરવા માટે અને પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે SBI માં એક સફાઈ કામદાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.તે સમય દરમિયાન તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને સાથે આગળનો અભ્યાસ શરૂ રાખ્યો.તેમને કમાયેલા થોડા ઘણા પૈસાની મદદથી તેમણે મુંબઈના વિક્રોલી ના નાઈટ કોલેજમાં એડમિશન લીધું.અભ્યાસ દરમિયાન તેમને તેમના સહપાઠીઓનો સપોર્ટ પણ મળતો હતું. આમ ૧૯૯૫ માં પ્રતીક્ષાબેન એ મનોવિજ્ઞાન માં ડિગ્રી મેળવી.

ત્યાર પછી તેમને બેંકમાં ક્લાર્ક તરીકેનું સ્થાન મળ્યું હતું.તેમના સમર્પણને રજૂ કરી તેઓ સફાઈ કામદાર થી ક્લાર્કની પોસ્ટ સુધી ધીમે ધીમે તરક્કી કરી.અને આ તો માત્ર શરૂઆત થઈ હતી.ત્યાર પછી તેમને સ્કેલ ૪, CGM અને AGM ની પરીક્ષાઓ પાસ કરીને આગળને આગળ વધતા ગયા.પ્રતીક્ષાબેનના દ્રઢ સંકલ્પ,સાચો પરિશ્રમ અને સંઘર્ષના કારણે આ શક્ય બન્યું હતું.સાથે SBI એ તેમને તેમની ઉપકૃષ્ટ સિદ્ધિ માટે સન્માનિત પણ કર્યા હતા.પ્રતીક્ષા બેનને નિવૃતિ ને હજુ ૨ વર્ષનો સમય છે.

ભલે તેમનું SBI સાથે ૩૭ વર્ષનુ સફર રહ્યું હોય પરંતુ હજુ તેઓ આગળ વધવા માંગે છે. પ્રતિક્ષાબેને ૨૦૨૧ માં એક પ્રાકૃતિક ચિકિત્સા કાર્યક્રમ માં સ્નાતકની પદવી મેળવી અને નિવૃત્ત થયા બાદ બીજાની મદદ કરવા માટે પોતાના શિક્ષણનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે.જે દેશમાં બેંકમાં પુરુષોની સ્થાન જોવા મળે છે ત્યાં આ મહિલાનું નામ જોવા મળે છે . સામાન્ય રીતે મહિલાઓ સામાજિક દમનનો શિકાર બનતી હોય છે.અને પરિવારની દેખભાળ કરતા અને કરિયર માં સફળતા મેળવામાં માટે મહેનત કરતી હોય છે.આજ કારણે ચારેબાજુ આજે પ્રતિક્ષાબેન ના વખાણ થઈ રહ્યાં છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *