આ યુવતી ના એક આઈડિયા થી પોતાનુ જીવન બદલી નાખ્યુ ! હવે દર મહીને કરે છે લાખો ની કમાણી…
આજના સમય માં ક્યા લોકો એવા છે કે જેને બહાર નું ખાવાનું નથી ભાવતું લોકો ઘરમાં ઓછુ અને બહાર વધુ ખાતા હોઈ છે. તેમજ બહાર જેવું ઘરે પણ બનાવવાની ટ્રાઈ મારતા હોઈ છે અને તેને ખુબજ સ્વાદિષ્ટ બનાવીને પુરતા આનંદ સાથે ખાઈ છે. રાજસ્થાનની દળ બાટી જે દેશમાં ખુબજ ફેમસ છે તે બધાજ લોકો જાણે છે અને અમુક લોકો એ રાજસ્થાનની દાળ બાટી ખાધી પણ હશે. રાજસ્થાન એટલે રાજપની ધરતી નામ પ્રમાણેજ ભારતના આ રાજ્યની સંસ્કૃતિ ઘણીજ ભવ્ય અને પરીપૂર્ણ છે.
રાજસ્થાનની બોલીની સાથે તેની રહેણી કરણી પણ અલગ છે. અહીની ખાણી પીણી પણ અલગ છે બાજરાના રોટલા થી લઇ દરેક પકવાનની એક અલગ કહાની છે. એક ઠેઠ પરિવારની પહેચાન છે અહી અથાણા થી લઇને વિવિધ મીઠાઈઓ બધુજ ઘરમાં બનાવવવાઆ આવે છે. આ પરિવારમાં ઉછરેલી અભિલાષા બાળપણથીજ તેની માતા, કાકી અને દાદીને એકથી એક વાનગી બનાવતા જોતી હતી. અભિલાષાને અજમેર જાણીતી સોફિયા સકુક એન્ડ કોલેજમાં ભણવા માટે મોકલી હતી. અને જ્યારે જ્યારે તે વેકેશન કરવા ઘરે આવે ત્યારે તે પોતાનો વધુ સમય તેમની માતા, કાકી અને દાદી સાથે રસોડામાં વિતાવતી હતી.
અભીલાષા લગ્ન બાદ તેના પતિ સાથે થોડા સમય માટે સ્કોટલેંડ શિફ્ટ થઇ ગઈ હતી. સ્કોટલેંડ માં રહેતા દરમિયાન તેની રસોઈની કળા નીખરી હતી અને તે ઘરે નવી નવી વાનગીઓ બનાવતી તેમજ તેની આ વાનગીઓનો સ્વાદ આજુબાજુના પાડોશી લોકો તેમજ તેમના પતિના મિત્રો વગરે ઉઠાવતા હતા અને ભારતીય ખાવાનાં ખુબજ વખાણ કરતા હતા. આમ થોડા સમય રહ્યા બાદ અભિલાષા તેના પતિ જોડે ગુરુગ્રામમાં શિફ્ટ થઇ હતી. અભિલાષા એ ૨૦૧૦ માં એક ફેસબુક પેજ બનાવ્યું અને જયારે જયારે અભિલાષા મારવાડી જમવાનું ઘરે બનાવતી ત્યારે આ ફેસબુક પેજ પર તેની તસ્વીરો શેર કરતી અને તે અને જે લોકો તે તસવીરો જોતા તે ખુબજ સારી પ્રતિક્રિયા આપતા હતા.
તેમજ ૨૦૧૪ માં તેણે એક વખત તેના પેજ પર દાળ બાટી ની પોસ્ટ મૂકી હતી અને તેમાં અભિલાષા લખે છે કે ‘હું દાળ બાટી બનાવું છુ અને જો કોઈ ઈચ્છે તો તે ઓર્ડર આપી શકે છે અને પછી આ પોસ્ટ દ્વારા તેને ૪૦ ઓર્ડર આવ્યા અને જ્યારે મેં આ બધા લોકો ને દાળ બાટી સાથે પહોચાડ્યો ત્યારે મને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો અને તે પછી હું સમજી ગઈ કે મારે આ રસ્તા પરજ આગળ વધવું જોઈએ.
આમ છેલ્લા ૫ વર્ષમાં અભિલાષાને ફેસબુક, વોટસએપ અને કોલ દ્વારા લગભગ ૯૦ ટકા ઓર્ડર મળ્યા છે. આજે તેમણે દરરોજ ૫૦ ઓર્ડર મળે છે અને મહિનાની તેમની આવક ૪-૫ લાખ રૂપિયા છે તેની પાસે ૫ લોકો છે જે ઘણા સ્ટાફ અને ઘણા ડિલીવરી માટેના કર્યો કરે છે તેમજ ગ્રાહકને પહેલેથીજ કહેવામાં આવ્યું છે કે હોમ ડિલીવરી માટે અલગથી ચાર્જ લેવામાં આવશે.