આ યુવકે ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની વિદેશમાં ગુજરાતના નામનો ડંકો વગાડ્યો! પોતાના સ્વ. Ips પિતા કેસરીસિંહનું સપનું….
તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવાજ એક યુવક વિશે જણાવીશું જેણે ન્યુયોર્કમાં IPS ઓફિસર નું પદ મેળવી તેનું અને તેના સ્વર્ગસ્થ IPS પિતાનું સપનું કર્યું પૂર્ણ. યુવકનું નામ જયદેવસિંહ ભાટી જેણે અમેરિકામાં સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી સિદ્ધિ મેળવી. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો વલસાડ જિલ્લામાં SP તરીકે ફરજ બજાવી ચૂકેલા સ્વ- કેસરીસિંહ ભાટી આઇપીએસ ઓફિસર તરીકે ગુજરાત પોલીસ ખાતામાં પ્રશંસનીય ફરજ બજાવી હતી. આમ જે બદલ મરણોત્તર ચંદ્રક રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગત મહિને એનાયત કરાયો હતો. તેમના પુત્ર જયદેવસિંહ ભાટીએ વિશ્વની સૌથી મોટી અને ચુનંદા પોલીસ ફોર્સ ગણાતી અમેરિકાના ન્યૂયોર્ક પોલીસ ફોર્સમાં પોલીસ ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવી.
આમ એમના સ્વર્ગસ્થ પિતાનું સપનું સાકાર કરીને સમગ્ર વિશ્વમાં માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાતનું નામ ઝળહળતું કર્યું છે. 26 વર્ષના જયદેવસિંહએ અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિએટની ડીગ્રી હાંસલ કર્યા બાદ સિવિલ સર્વિસીસની પરીક્ષા આપી હતી. જેમાં સફળતાપૂર્વક ઉર્તીણ થયા બાદ તેમને પોલીસ ઓફિસર તરીકે ન્યુયોર્ક શહેરમાં નિમણૂક મળી છે. ભારતમાં પીએસઆઇની સમકક્ષ ગણાતા પોલીસ ઓફિસરના પદ ઉપર જયદેવસિંહ ભાટી છે.
આમ જે શરૂઆતના છ માસ દરમિયાન ન્યુયોર્ક શહેરના ચાર પોલીસ મથકોમાં તેમના ઉપરી અધિકારી સાર્જન્ટ અને લ્યુટેન્ટના હાથ નીચે તાલીમી અધિકારી તરીકેનો અનુભવ લેશે. આમ ત્યારબાદ તેમની ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ કરાશે. આમ જયદેવસિંહે ધો.12 સુધીનો અભ્યાસ અમદાવાદની સત્વ વિકાસ સ્કૂલમાં કર્યો હતો. પિતાની પોલીસ ખાતામાં ટ્રાન્સફરેબલ જોબ હોવાથી તે પહેલાનો અભ્યાસ સુરત અને બરોડામાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ કોલેજ ન્યુયોર્કમાં કરી આ ગૌરવવંતી સિદ્ધિ મેળવી ગુજરાતના સમસ્ત રાજપૂત સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.
તેમજ તેમના પિતાની વાત કરીએ તો જયદેવસિંહના પિતા 1996 થી 1999 સુધી વલસાડમાં વિભાગીય પોલીસ વડા હતા. જે બાદ સુરત જિલ્લા પોલીસ વડા તરીકે કાયદો વ્યવસ્થા સંભાળી હતી. બાદમાં તેમની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બઢતી થઈ હતી જ્યાં ફરજ દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. ગત માસમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની વિશિષ્ઠ પોલીસ સેવા ચંદ્રક સ્વ. કેસરીસિંહ ભાટીના ધર્મપત્ની નિપાબા ભાટીએ સ્વીકાર્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.