આ યુવાને એવી વાત ને લઈ ને આપઘાત કરી લીધો કે કારણ જાણી આંચકો લાગશે…જાણો વિગતે
હાલમાં આત્મહત્યા ના કિસ્સાઓ બહુ જ મોટા પ્રમાણમાં વધતાં જોવા મળે છે. લોકો નાની નાની વાતોના આધારે જીવન ટુકવી લેતા હોય છે.કોને કઈ વાતનું દુખ આવી જાય અને આવું પગલું ભરી લે એ કોઈ કહી સક્તુ નથી. હાલમાં માણસો નાની એવી વાતે દુખી થઈને આત્મહત્યા જેવુ પગલું ભરી લેતા હોય છે. હાલમાં નાનાં ગામડાથી લઈને મોટા શહેરો માં પણ લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામતા હોય છે. હાલમાં એવો જ એક ગમગીન કિસ્સો જોવા મળ્યો છે જેમાં 18 વર્ષના યુવાને આત્મહત્યા કરીને જીવન ટુકવ્યું છે.
અને આમ કરવા પાછળનું કારણ જાણશો તો તમને નવાઈ લાગસે કે સાવ આવી નાજુક બાબતને લઈને ધ્યાનમાં લઈને કોઈ કેમ આમ મૃત્યુ પામી સકે. આ ઘટના ઉતરપ્રદેશના ગાજિયાબાદ ની છે કે જ્યાં 18 વર્ષના પારસ નામના યુવાને ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી છે અને આના પાછળનું કારણ જાણશો તો નવાઈ લાગશે કે તેની માતાએ બુલેટ અને નવો ફોન ના અપાવ્યો તો તેને આ પગલું ભર્યું હતું. એક વર્ષ પહેલા પણ તેને માતાએ નવી સાઇકલ ના આપવી તો ઊંઘની ગોળીઓ ખાઈને જાન લેવાની કોશિશ કરી હતી.
ઇંદિરાપુરમ થાનના ઇસપેકટર દેવપલસિંહના જણાવ્યા અનુસાર આ ઘટના શિપ્રા સનસીટી ફેજ 1 ની છે કે જ્યાં સુષ્મા નામની મહિલા પોતાના બે દીકરા પિયુષ અને પારસ સાથે ફ્લેટમાં રહે છે. તેમના પતિ સાથે તેમનો તલાક થઈ ગયો છે. પિયુષ નોઇડા સેક્ટર 60 ની એક નિજી કંપનીમાં જોબ કરે છે જ્યારે પારસને એક પગમાં લખવો છે એટલા માટે તેને 11 પછી અભ્યાસ અધૂરો મૂકી દીધો હતો.
સોમવારે રાત્રે 8 વાગ્યા આસપાસ પારસ પોતાના રૂમમાં હતો જ્યારે માતા સુષ્માએ અવાજ પાડ્યો તો રૂમમાથી કોઈ અવાજ આવ્યો નહીં. આથી જ્યારે તેમણે બારીથી જોયું તો પારસ ફાંસીએ લટકી રહ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. પોલીસને સૂચના મલતા તે ઘટના સથળે પહોચી ગઈ. દરવાજો તોડીને પારસની લાશને નીચે ઉતારવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં તેની મોત થઈ ગઈ હતી આથી તેની લાશને પોસ્ટમોતમ માટે મોકલવામાં આવી છે.
પોલીસે જ્યારે આ ઘટના અંગે માતાને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પારસ અનેકવાર બુલેટ અને મોબાઈલ લેવા અંગેની માંગ કરતો હતો અને દર વખતે તેની માતા તેને ના કહી દેતી હતી. અને કદાચ આ કારણે જ પારસે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પારસ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો અને મોટા ભાઈએ પણ 6 વર્ષ પહેલા આમ આત્મહત્યા કરીને જીવન ટુકવ્યું હતું. અને હાલમાં પારસે પણ પોતાની જાન લઈ લીધી. અત્યારે માતા સુષ્માબેન પતિ સાથેના વિવાદ અને આમ જુવાન 2 દીકરાના મૃત્યુને લઈને મોટો આઘાત અનુભવી રહી છે.