સુરત શહેરમાં આ યુવકનું એવી રીતે મૃત્યુ થયું કે ઘટના જાણી તમારી અક્કલ કામ નહીં કરે, એવું તો થયું? જાણો પુરી વાત
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં ક્યારે અને કોની સાથે જીવલેણ ઘટના બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તો વળી આ ઘટનાની પાછળ ઘણી વખત ધ્યાનનો અભાવ તો વળી ઘણી વખત કોઈ બેદરકારી જવાબદાર હોઈ છે. તો વળી આવા ગંભીર અકસ્માતોમાં વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ તહ્તો હોઈ છે. તો વળી ઘણા સંજોગોમાં વ્યક્તિનું ઘટના સ્થળેજ મૃત્યુ થઇ જતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ધ્રુજાવી દેતી ઘટના સામે આવી રહી છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો મૃત્યુની હચમચાવી દેતી ઘટના ઓલપાડ તાલુકાના કિમ ગામ માંથી સામે આવી રહ્યો છે જ્યાં મેઈન બજાર વિસ્તારમાં આર.કે પાર્ક એપાર્ટમેન્ટ આવેલ છે. જ્યાં રહેતા જય વિજયભાઈ પંચાલ અને પરિવાર ગત રાત્રીના ઘરમાં હતો. જય રાત્રીના 10.30 વાગ્યાના સમયમાં રસોડાની ગેલેરીમાં લોખંડની ગ્રીલ ઉપર બેઠો બેઠો મોબાઈલ જોઈ રહ્યો હતો. તેવામાં ગ્રીલની જારી વાળી બારી ખુલ્લી હોઈ જે અકસ્માતે ફ્લેટના ચોથા માળેથી નવકાર ગલીના સીસી રોડ પર નીચે પટકાયો હતો.
આમ જ્યારે જય નીચે પટકાયો ત્યારે તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ સ્થાનિકો અને ઘરના લોકો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ આ ઘટના બાદ પરિવાર અને મિત્રોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા તેઓ તરતજ ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ મૃઈટકને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.