અમદાવાદનો આ યુવક રાતો રાત અબજપતિ બની ગયો! બધા પૈસા નો ઉપયોગ એવી રીતે કર્યો કે…..

જેમ તમે જાણોજ છો કે હાલ દેશમાં પૈસાને લઈને કેટલા કૌભાંડ બહાર આવી રહયા છે તેવામાં કાળું નાણું જેની જેની પાસે હશે તે બધાજ લોકો પોતાનું કાળું ધનને છુપાવવા માટે અલગ અલગ પ્રયાસ કરતા હોઈ છે તેવામાં અરબોની વાત કરશું તો તમને જરૂર શોક લાગશે પણ હાલ એક તેવોજ અરબો રૂપિયાનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાઁ એક ગુજરાતી યુવકના ખાતામાં ભૂલથી 11677 કરોડ રૂપિયા જમા થયા, જે બાદ યુવકે શેરબજારમાં અડધો કલાક રોકાણ કરી પાછા આપી દીધા બની ગયો લખપતિ આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ અબજો રૂપિયાની ઘટના અમદાવાદ માંથી સામી આવી રહી છે. મિત્રો જેમ તમે જાણોજ છો કે, વ્યાપાર અને ધંધા માટે આમ પણ ગુજરાતી પ્રજા પંકાયેલી છે અને મોકો મળતાં જ પોતાનો કુનેહ બતાવી જાણે છે. આ વાતને સાબિત કરતી ઘટના થોડા સમય પહેલાં જ અમદાવાદમાં બની છે, જેમાં બાપુનગરના એક વેપારીના ખાતામાં ભૂલથી 116 અબજથી પણ વધુની રકમ જમા થઈ ગઈ હતી. જોકે વેપારીએ પણ પોતાની વેપારી બુદ્ધિ વાપરીને એમાંથી અડધો કલાકમાં જ લાખો રૂપિયાનો નફો કમાઈ લીધો હતો અને પછી મૂળ રકમ પરત કરી દીધી હતી.

કોઈ ફિલ્મને ટક્કર મારે એવી આ રિયલ ઘટના તમને ચોંકાવી દેશે. માઈન્ડનો યુઝ કરી કલાકોમાં લખપતિ બની ગયેલા વેપારી સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. જેમાં ખૂબ નવાઈ પમાડે તેવા ખુલાસા થયા હતા. આ નસીબદાર વેપારીનું નામ રમેશભાઈ સગર છે. મૂળ પોરબંદરના વતની અને છેલ્લાં 17 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલા રમેશભાઈ સગર એમ્બ્રોઇડરીના વેપારી છે. અને તેઓ છેલ્લાં 5 વર્ષથી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો ઉપરાંત પિતા છે. ઘરમાં કમાનાર તેઓ એકલા છે. આમ તમને જણાવીએ તો રમેશભાઈ બાપુનગર ખોડિયારનગર ખાતે રહે છે અને તેમની એમ્બ્રોઇડરીની દુકાન પણ ઘર નજીક જ આવેલી છે. તેમની દુકાન પણ સાવ સામાન્ય છે, જેમાં સાવ ઓછો લગભગ નહિવત્ માલ હતો. તેમના એમ્બ્રોઇડરીના વેપાર અંગેની આવક વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મહિને લગભગ 50 હજાર રૂપિયા જેવું એમાંથી મળી રહે છે, પરંતુ એ આવક 2-3 મહિના જ હોય છે, પછી પાછું બેસી રહેવાનું આવે છે, એટલે ઇન્કમ માટે સાઈડમાં કંઈક કરવું જરૂરી છે.

જિંદગી બદલી નાંખનાર ક્ષણોને યાદ કરીને રમેશભાઈ સગર જણાવે છે કે 26 જુલાઈના દિવસે રોજની જેમ સવારે 9.30 વાગ્યે ટ્રેડિંગ કરવા બેઠો હતો. 2-3 સોદા કર્યા, પણ એ દિવસે માર્કેટમાં એટલી બધી મૂવમેન્ટ નહોતી. પછી 11.30 સુધી રાહ જોઈ. અચાનક એ વખતે મેં બેલેન્સ ચેક કર્યું તો મારી આંખો પહોળી થઈ ગઈ. મારા ખાતામાં 1 ખર્વ 16 અજબ 77 કરોડ એટલા રૂપિયા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે મારા ખાતામાં આટલી મોટી રકમ જમા થતાં અચાનક મને વિચાર આવ્યો કે થોડા ટાઈમ માટે જ રૂપિયા આવ્યા છે તો બેન્ક તો પાછી રૂપિયા લઈ જ લેશે તો એને અડધો કલાક- કલાક માટે ઇન્વેસ્ટ કરું અને જે પ્રોફિટ નીકળે એ બુક કરીને પાછા નીકળી જઈએ. આ આઇડિયા મારો હતો. પહેલા ક્યારેય આવું બન્યું નહોતું. ટ્રેડિંગ હું રોજ કરું છું, પરંતુ એ મેક્સિમમ 25 હજાર રૂપિયાનું જ કરતો હતો. 1 ખર્વ 16 અજબ 77 કરોડ એટલા રૂપિયા આવ્યા હતા. મને એ ખબર જ હતી પૈસા બેન્કના છે તો બેન્ક પછી લેવાની જ છે.

આમ એ દિવસે બપોરે 12 વાગ્યે ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું અને 12.30 સુધી કર્યું. એ પછી મેં પ્રોફિટ બુક કરી લીધો. એ જે મોટી રકમ આવી એનું સાંજે 8 વાગ્યે સેટલમેન્ટ થયું. મારો જે નફો હતો એ મને આપી દીધો અને તેમના રૂપિયા જે ભૂલથી આવ્યા હતા એ પાછા લઈ લીધા. એ રૂપિયા બેંકમાંથી આવ્યા કે શેમાંથી આવ્યા એ ખબર નથી, પરંતુ મારા ડિમેટ એકાઉન્ટમાં આવ્યા હતા, એટલે શેર માર્કેટના જ હશે અથવા તો કોઈ એરરને કારણે આંકડા ચડી ગયા હશે. બાકી એકસાથે એટલું બધું બેલેન્સ ક્યારેય ન આવે. એ પછી મારા ખાતામાં 5.64 લાખ રૂપિયા બચ્યા હતા. એ રૂપિયા મે બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા છે. આમ મે ખાતામાં જમા થયેલી કુલ રકમમાંથી લગભગ 2 કરોડ રૂપિયા બેન્ક નિફ્ટી કોલ-પુટમાં ટ્રેડિંગ કર્યું હતું. એ વખતે રૂપિયા શેરમાર્કેટમાં લગાવ્યા ત્યારે નુકસાનીનું એક સમયે વિચાર્યું હતું, પણ શેરમાર્કેટનું નોલેજ હતું એટલે વધુ પડતી બીક ના લાગી કે આપણે આમાં લોસ કરીને નીકળીશું. આઇડિયા હતો જ કે માર્કેટ આ રીતે જ ચાલશે. રૂપિયા જોઈને હેપી ફીલિંગ આવી હતી. વિચાર્યું જ નહોતું ને 5 લાખ રૂપિયાનું પ્રોફિટ અચાનક જ મળી ગયું, એટલે સારું લાગ્યું. આ ઘટના હવે તો ઘણી જાહેર થઈ ગઈ છે. આસપાસના લોકો અને પરિવારે પણ કહ્યું કે બેલેન્સ આવ્યું ને ઇન્વેસ્ટ કર્યા. આટલું મગજ ચાલ્યું એ બહુ સારી વાત કહેવાય. પોતાના ડિસિઝન પાવર અંગે તે કહે છે કે xyz ગમે તે થયું હોય, ડિસિઝન તો તરત જ લઈ લઉં છું.

આસપાસના મિત્રોને જાણ થઈ ત્યારે પાર્ટી આપવા માટે બધાના બહુ ફોન આવ્યા હતા કે ‘ભાઈ, પાર્ટી જોઈશે.’ મે કહ્યું, ‘એક વખત પૈસા પાછા આવવા દો.’ એ કહે છે કે 500 જેટલા ફોન આવ્યા હતા. એક-એકને પણ પાર્ટી કરાવત તો અડધા રૂપિયા તો પાર્ટીમાં જ વપરાઈ જાત. પછી મોટી પાર્ટી કરીએ. ઇન્વેસ્ટ કરવા બાબતે તેમણે પણ કહ્યું કે બહુ સારું કર્યું. બહુ સારો નિર્ણય લીધો. આમ આખી વાત બહાર કેવી રીતે આવી એ અંગે રમેશભાઈ કહે છે કે આ ઘટના મેં મારા એક સ્થાનિક મિત્રને કહી હતી. એ પણ મીડિયાનો માણસ છે. તેણે કહ્યું કે આ તો સમાચાર બને એમ છે અને એ રીતે આખી ઘટના બહાર આવી. રમેશભાઈ કહ્યું કે એ દિવસે મારી જેમ બિહારમાં પણ એક વ્યક્તિના ખાતામાં પૈસા જમા થઈ ગયા હતા. ત્યાં પણ સેમ એમાઉન્ટ જ ટ્રાન્સફર થઈ ગઈ હતી, પણ તેણે ઇન્વેસ્ટ નહોતા કર્યા. તેણે ફક્ત જોયા રાખ્યું હતું કે બેલેન્સ આવ્યું છે. રમેશભાઈએ કહ્યું કે મોકો મળે એટલે ચોકો મારવો જ પડે.’

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *