ગુજરાતના આ યુવકે કરી બતાવી એવી કમાલ કે દેશભરમાં તેના માતાપિતા અને ગુજરાતનું નામ થયું રોશન…

ગુજરાતના આ યુવકે એવું કામ કરીને બતાવ્યું કે દેશભરમાં ગુજરાતનું ખુદનું અને માતાપિતાનું નામ રોશન કર્યું છે સાથે જ ગુજરાતના લાખો યુવાનો અને યુવતીઓ માટે પ્રેરણાત્મક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ગુજરાતના આ યુવકે યુપીએસસીની પરીક્ષા પહેલા નંબરે પાસ કરીને દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

દરેક યુવકો અને યુવતીઓના સપના હોય છે કે કંઇક કરીને કે સફળ બનીને પોતાનું અને તેના પરિવારનું નામ રોશન કરે અને એવું જ એક ઉદાહરણ હિરેન બારોટનામના વ્યક્તિએ પૂરું પાડ્યું છે. જેને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને દેશભરમાં પરિવારનું નામ રોશન કર્યું છે. એમની જર્ની વિશે જોઈએ તો હિરેન બારોટ એક મધ્યમ વર્ગીય પરિવારમાં મોટો થયેલ છે પણ એના સપના ઘણા મોટા હતા. એમને નાનપણથી જ કોઈ મોટા અધિકારી બનવાનું સપનું હતું અને અંતે એમને એ પૂરું કરીને બતાવ્યું છે.

હિરેનના પિતા એકાઉન્ટની નોકરી કરતા અને માતા ઘર સંભાળતા હતા પણ ક્યારેય હિરેનને સપના જોવા માટે નથી રોક્યો. હિરેને પણ સમજદારી પૂર્વક તેના યુપીએસસી પાસ કરવાના સપનાની સાથે સાથે બીકોમનો અભ્યાસ કર્યો અને એ પછી RBI ની પરીક્ષા પાસ કરીને નોકરી કરવા લાગ્યો હતો એ પછી એમને એક કદમ આગળ વધાર્યું અને સુરેન્દ્રનગરમાં ડેપ્યુટી કલેકટરની નોકરી મેળવી હતી પણ આ સાથે સાથે તેને યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરતો રહ્યો. હિરેન પ્રથમ ત્રણ વખત પરીક્ષા આપી એમાં નિષ્ફળ રહ્યો હતો પણ ચોથા પ્રયાસે UPSC ની પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બની પોતાનું સપનું પૂરું કર્યું અને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *