જસદણ ના આ યુવાને ભંગાર માથી એવુ બાઈક બનાવ્યુ કે તમે જોતા જ રહી જશો ! જુવો તસ્વીરો…

આપણે ઘણા લોકો ને જોતાજ હોઈએ છીએ કે કાક અલગ અને નવીન શોધ કરતાજ હોઈ છે. તેથી લોકો દિવસે ને દિવસે અવનવા જુગાડ કરી નવી શોધ કરતા હોઈ છે. અને આ એક જુગાડની મદદથી તે ખુબજ પ્રખ્યાત બની જતા હોઈ છે. અને તેમાંથી સફળતા મેળવતા હોઈ છે. આમ લોકો નવી શોધ કરતા મુકતા નથી અને નવીન પ્રવુતિ ચાલુજ રાખતા હોઈ છે.

તેમજ થોડા સમય પહેલા દેશમાં લોકડાઉન લાગી ગયું હતું. અને દેશમાં ઘણા લોકોનાં ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. તેથી લોકડાઉન ના સમય માં ઘણા લોકો તેમના બુદ્ધિ અને વિચાર થી નવી નવી વસ્તુઓ બનાવીને નવી પ્રવુતિ શરુ કરી છે. તેમજ તેવી રીતે લોકડાઉન માં ઘણા લોકો એ એવી એવી નવી વસ્તુઓ બનાવી હતી કે તે વસ્તુઓ બધા લોકો નાં જીવન માં કામ લાગતી હતી.

આજે આપણે એક તેવાજ યુવકની વાત કરીશું. આ યુવકનું નામ ભાવિન છે. ભાવિને એક નવીજ શોધ કરી જેમાં તેણે ભંગાર વસ્તુઓનો ઉપયોગ કરીને તેમાંથી ઈ બાઈક બનાવ્યું હતું. આમ તેને લોકડાઉન ના સમય માં ભંગાર વસ્તુઓ માંથી ઈ બાઈક બનાવ્યું હતું. ભાવિને આઇટીઆઇ અને ડીઝલ મીકેનીકલ નો અભ્યાસ કર્યો હતો.

આ બાઈક ની ખાસિયત એવી છે કે જે કોઈ આ બાઈક ને ચોરિ કરવાની કોશીસ કરે તો તરતજ પાછળનું ટાયર જામ થઈ જતું અને તરતજ સાયરન વાગવા લાગે છે. તેથી આ બાઈકની કોઈ પણ માણસ ચોરી નો કરી શકે. તેમજ ભાવિને બનાવેલી બાઈક ને જોવા માટે લોકો અલગ અલગ વિસ્તારમાંથી આવતા હતા. તેમજ અનોખી વાત તો એ છે કે બાઈકની સ્પીડ વધારવા માટે ભાવિને એક સ્વીચ પણ લગાવેલી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *