રાજકોટના આ બે યુવકોએ ગુમાવ્યો પોતાના જ મિત્રો સામે જીવ! કોલેજથી છૂટીને ગયા હતા નદીએ ત્યાં… બૂમો પાડતો રહ્યો પણ
મિત્રો વાત કરીએ તો આ દુનિયાંમાં કોઈ પણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે કપરો કાળ બનીને આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી ઘણી વખત કોઈ હત્યાને લઈને વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થતું હોઈ છે. તેવીજ રીતે હાલ ધ્રુજાવી દેતી મોતની ઘટના સામે આવી રહી છે જેમાં બે યુવાનનું નદીમાં ડૂબવાથી મૃત્યુ નીપજ્યું છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
આ ગંભીર અકસ્માતની ઘટના જામનગર માંથી સામે આવી રહી છે. તરઘડી પાસે આવેલા હનુમાનધારા નજીક આવેલી નદીમાં નહાવા પડેલા રાજકોટના રેલનગરમાં રહેતા અને કાલાવડ રોડ પર કણકોટમાં રહેતા અને આત્મીય કોલેજમાં એન્જિનિયરીંગનો અભ્યાસનો કરનાર બે કોલેજીયન યુવકના ડૂબી જવાથી મોત નીપયા હતા, કોલેજમાંથી છૂટીને ચાર મિત્ર ફરવા ગયા દરિમયાન આ કણ ઘટના બની હતી.બનાવના પગલે બંનેના પરિવારમાં માતમ છવાય ગયો હતો.
મળતી માહિતીઓ પ્રમાણે ગઇકાલે બપોરના જામનગર રોડ પર તરઘડી નજીક હનુમાનધારા પાસેની નદીમાં બે યુવક ડૂબી ગયાની જાણ થતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓએ નદીમાં ઝંપલાવ્યું હતું, થોડીવાર બાદ રાજકોટના કલાવડ રોડ પર રેહતા તણ જગદીશભાઇ ચૌહાણ (ઉ.વ.૧૮) તથા રેલનગર પાછળ કર્ણાવતી સ્કુલ પાસે રહેતા જેનિશ સુરેશભાઇ પિત્રોડા (ઉ.વ.૧૮)ના મૃતદેહ નદીમાંથી બહાર કાઢયા હતાં. ઘટના અંગે જાણ કરાતા પડધરી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડા હતા.હેડ કોન્સ. રણજીતભાઇએ જરી કાર્યવાહી કરી હતી.
આત્મીય કોલેજમાં અભ્યાસ કરતા હતા, બપોરે કોલેજેથી અભ્યાસ પૂરો કરી અન્ય બે મિત્ર સાથે હનુમાનધારા ફરવા આવ્યા હતા, ચારેય મિત્ર પોતાની સાથે નાસ્તો પણ લઇને ગયા હતા, નદીકાંઠે નાસ્તો કર્યા બાદ ચારેય મિત્રએ નદીમાં નહાવાની મોજ માણવાનું નક્કી કયુ હતું અને ચારેયે નદીમાં ઝંપલાવ્યું હતું. દરમિયાન તણ તથા જેનિશ ઐંડા પાણીમાં ગરક થઇ ગયા હતા. જે બાદ બંનેનું ડૂબવાથી મૃત્યુ નીપજ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો