સુરતના આ યુવકે વેપારીનું ખોવાય ગયેલ 7 લાખના હીરાનું પાકીટ પરત કરી દેખાડી ઈમાનદારી, તો માલિકે પણ ખુશ થઈને આપી આ ભેટ…
મિત્રો તમને વાત કરીએ તો આજના સમયમાં વફાદારી, સાચાપણું વગેરે ગુનો આજે અમુક વ્યક્તિઓ માજ જોવા મળે છે ભાગ દોડ વળી આજના જીવનમાં આ દુનિયામાં ખોટા કામ કરવા વાળાએ, ખોટા વિચારો રાખવા વાળા ઘણા લોકો તમને જોવા મળતા હોઈ છે. આ બધાની વચ્ચે સાચો અને સારો માણસ મળવો બહુ મુશ્કેલ છે. તો વળી આજના સમયમાં પણ એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં આ યુવકની પ્રમાણિકતાને સલામ છે! ડાયમંડ વેપારીનું હીરાનું પેકેટ પડી ગયું તો તો આ વ્યક્તિએ બતાવી આવી ઈમાનદારીએ. આવો તમને વિગતે જણાવીએ.
આ કિસ્સો સુરત માંથી સામે આવી રહ્યો છે જ્યાં કાપોદ્રા ખાતે રહેતા કલ્પેશભાઈ લાભુભાઈ જેતાણી હીરા મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. થયું એવુ કે ગત 17 ડીસેમ્બરના રોજ 7 લાખના હીરાનું પેકેટ લઈને મિનિબજાર પ્રિન્સેસ પ્લાઝામાં ગયા હતા. આ દરમ્યાન તેઓનું 7 લાખનું હીરાનું પેકેટ પડી ગયું હતું. હીરાનું પેકેટ પડી ગયું છે. તેનો તેમનો ખ્યાલ પણ ન હતો. તેઓને એવું જ હતું કે, હીરાનું પેકેટ સેફમાં જ છે. 26 ડિસેમ્બરના દિવસે જ્યારે તેઓ સેફ વોલેટમાં જોવા ગયા હતા. ત્યારે તેમને જાણ થઈ કે, હીરાનો પેકેટ અંદર નથી અને ત્યારબાદ તેમણે શોધખોળ શરૂ કરી હતી.
તો વળી જે બાદ થયું એવુ કે 17 ડિસેમ્બરના રોજ પુણા ગામ સ્થિત તિરુપતિ સોસાયટીમાં રહેતા અને ટેક્સટાઈલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા ધર્મેશભાઈ સખીયા તેના ફોઈના દીકરા જગદીશ સુખડીયા સાથે પ્રિસેંસ પ્લાઝા સેફમાં ગયા હતા. આમ તે દરમિયાન તેઓને આ હીરાનું પેકેટ મળ્યું હતું. બંને ભાઈઓએ આ હીરાનું પેકેટ મૂળ માલિકને પરત આપવા માટે જે તે સમયે શોધખોળ કરીને મહેનત કરી હતી. ત્યારબાદ સમગ્ર માર્કેટની નોટિસ બોર્ડ પર જાહેરાત પણ લગાવી હતી.
આમ જે બાદ હીરાનું પેકેટ શોધી રહેલા હીરા વેપારીને આ જાહેરાત જોઈ હતી. તેઓએ બંને ભાઈઓનો સંર્પક કર્યો હતો. અને ત્યારબાદ બંને ભાઈઓએ તમામ પુરાવા ચકાસી સુરત ડાયમંડ એસોસિએશનની ઓફીસ ખાતે પ્રમુખ નાનુભાઈ વેકરીયા, સહિતની ટીમની હાજરીમાં હીરાનું પેકેટ મૂળ માલિકને પરત કર્યું હતું ઈમાનદારી અને પ્રમાણિકતા બતાવનાર બંને ભાઈઓનું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો