આ યુવકે વિદેશી કંપનીને લાત મારી ભારત આવીને ખરીદી 20 ગાય, અને કરે છે કરોડોની કમાણી…જાણો કેવી રીતે

મિત્રો જેમ તમે જાણોજ છો કે દરેક વ્યક્તિને ધનવાન થાવનું ભૂત સવાર હોય છે, વિસ રાત વધુ પૈસા કમાવવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે. ઘણા લોકો પોતાની બુદ્ધિથી પણ વધુ પૈસા કમાતા હોય છે હાલ એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું જે અમેરિકા જેવા વિકસિત દેશમાં મળેલી જોબ ને મૂકીને ભારત પાછા આવી કર્યું એવુ કામ કે આજે કરોડો રૂપિયામાં કરેછે કમાણી. ચાલો તમને તેની સફળતા અને વિચાર વિશે જણાવીએ.

મિત્રો વાત કરીએ તો કેટલાક લોકો કરોડોની નોકરી અને ઠાઠ માઠ છોડી પાછા આવી જાય છે પછી તેઓ એ કામ કરે છે જેમાં તેમનું દિલ લાગતુ હોય. તેમજ કર્ણાટકના કિશોર ઇંજુકુરીની કહાની પણ કંઇક આવી જ છે. તેમણે અમેરિકામાં કરોડોની નોકરી છોડી દીધી. પછી ભારત આવી અને ડેરી ફાર્મનો બિઝનેસ શરૂ કર્યો.

આમ ભારત આવી તેમણે 20 ગાય ખરીદી અને ડેરી ફાર્મિંગમાં તેમની કિસ્મત અજમાવવી. શરૂઆતી તકલીફો બાદ તેમની મહેનત રંગ લાવી અને આજે તેમની ડેરી 44 કરોડની કંપની બની ગઇ છે. ઇંટેલની નોકરી છોડી તેમણે હૈદરાબાદમાં સિડ્સ ફાર્મના નામથી ડેરી ફાર્મ શરૂ કર્યુ અને ગ્રાહકોને સબ્સક્રિપશન આધારે ગેર મિલાવટી દૂધ પહોંચાડવાનું શરૂ કર્યુ. તેમનો આ આઇડિયા કામ કરી ગયો અને કંપની સતત મોટી થઇ ગઇ. કિશોર મૂળ રૂપથી કર્ણાટકના રહેવાસી છે. આઇઆઇટી ખડગપુરથી એંજીનિયરિંગની ડિગ્રી લીધા બાદ તેઓ ઉચ્ચ શિક્ષા માટે અમેરિકા પહોંચ્યા હતા અને અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ કંપની ઇંટેલમાં નોકરી મેળવવામાં સફળ રહ્યા હતા.

વર્ષ 2012 સુધી 6 વર્ષ સુધી ઇન્ટેલની કંપનીમાં તેમણે સેવા આપી અને 2012માં નોકરી છોડી તેમણે ડેરી શરૂ કરી. આજે તેમની આ કંપની રોજ 10 હજાર ગ્રાહકો સુધી દૂધ પહોંચાડે છે. અને કરોડોનો વેપાર કરે છે. આમ આજે તેઓ કરોડોનો વેપાર કરતા થયા ચિ એ પણ ભારતમાં જે જાણીને ખુબજ ગર્વ થાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *