આ યુવકે રીક્ષા માંથી બનાવ્યું હરતું હરતું ઘર, નેનો કાર કરતા પણ ઓછી કિંમત છે…જુઓ અંદરની ખાસ તસવીરો

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું. જેણે હાલમાંજ એક રીક્ષાનું મોડીફિકેશન કરીને તેને ચાલતું ફિરતું ઘર બનાવી નાખ્યું જેમાં ઘર જેવીજ બધી સુવિધાઓ બેસાડી હતી. આવો તમને તેના વિશે વિગતે જણાવીએ.

મિત્રો વાત કરીએ તો હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર એક પોર્ટેબલ હાઉસ ખુબ જ ટ્રેન્ડીંગમાં છે. તેને રિક્ષાને કસ્ટમાઇઝ કરીને બનાવવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે આ ઘરની અંદર તમામ પ્રકારની સુવિધાઓ છે જે આપણા પોતાના ઘરમાં હોય છે. તેમજ આ ઘર નેનોથી પણ ઓછી કિંમતમાં બનાવવામાં આવ્યું છે. આ હરતા કરતા ઓટોરિક્ષા જેવા ઘરની અંદર બેડરૂમ, બેઠક રૂમ અને કિચન સાથે ટોયલેટ પણ છે. બે લોકો ખુબ જ આસાનીથી આ ઘરની અંદર રહી શકે છે. એટલું જ નહિ તેની છત ઉપર આરામદાયક ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ આ સાથે વાત કરીએ તો આ અનોખું ઘર 36 વર્ગ ક઼િટમાં બનેલું છે. અને તેની અંદર વીજળીની વ્યવસ્થા માટે 600 વોટની સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ઘરમાં 250 લીટરની વોટર ટેન્ક પણ મુકવામાં આવી છે. છત ઉપર જવા માટે સીડી પણ બનાવવામાં આવી છે. સાથે જ ઘરમાં દરવાજા પણ બનાવવામાં આવ્યા છે.

તેમજ આ અનોખા ઘરને અરુણ નામના એક વ્યક્તિએ રિક્ષામાંથી બનાવ્યું છે. બેંગ્લોરની ડિઝાઇન આને આર્કીટેક કંપની બિલબોર્ડ સાથે મળીને આ ઓટો ઘરને અરુણે બનાવ્યું છે. અરૂણની ઉમર માત્ર 23 વર્ષની છે. ઘરની જૂની વસ્તુઓને રીસાઇકલ કરીને પણ તેનો ઉપયોગ આ ઘરમાં કરવામાં આવ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *