બનાસકાંઠાના આ યુવકે ગજબનું ભેજું વાપર્યું ! એવી કંકોત્રી બનાવી કે ગરમીમાં પક્ષીઓને શીતળ છાયડો મળશે..તસવીરો જોઈ તમે વખાણ કરતા નહીં થાકો
મિત્રો હાલ તમે જાણોજ છો કે લગ્નની સીઝન ચાલી રહી છે. લોકો પોતાના લગ્ન ખુબજ ધૂમધામ કરતા હોઈ છે. પ્રિવેડિંગ, કપડાં, વિડિઓ, ફોટશૂટ વગેરેમાં ખુબજ ખર્ચા કરતા હોઈ છે. જ્યારે એક સમય એવો હતો કે લોકો દ્વારા સાદગીથી લગ્ન કરવામાં આવતા તો પણ સોળે કળાએ નીરખીને આવટી જોકે આજના સમયની તો વાતજ અલગ છે લગ્ન પ્રસંગ તો માત્ર એક દેખાવળો બનીને રહી ગયો છે. લોકો કારણ વગરના ખુબજ ખર્ચા કરતા હોઈ છે. તો વળી હાલ છેલ્લા ઘણા સમયથી અનોખી અને કોઈએ નો કરી હોઈ તેવી કંકોત્રી બનાવાનો ટ્રેન્ડ ખુબજ જામી રહ્યો છે તેવામાં એક યુવકે તેના લગ્નમાં ખુબજ મદદ આવે તેવી કંકોત્રી છપાવી છે. કંકોત્રીનો ઉપયોગ જોઈ તમે પણ વખાણ કરતા થાકશો નહિ.
તમને જણાવીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસાના વાસણા નવા ગોળીયા ગામના મુકેશ માળી જેવા યુવાન પોતાના લગ્નને સાદાઈ અને પરંપરાગત લગ્ન પ્રસંગની સાથે કંઈક અલગ કરી અન્યો માટે પ્રેરણા બનતા હોય તેવું જણાઈ રહ્યું છે. જયારે જયારે પણ કોઈના ઘરે લગ્ન હોઈ છે ત્યારે તેઓ પહેલા એમજ જોતા હોઈ છે કે તેમના લગ્નની કંકોત્રીને આકર્ષક બનાવવા માંગતા હોઈ છે. અને પછી તે ગમે તેટલી મોંઘી હોઈ છતાં લોકો તેની પાચલ ખર્ચા કરતા હોઈ છે. તો વળી ત્યારે કંકોત્રીનો સદઉપયોગ થાય અને પરિણયમાં પ્રકૃતિના જતનના સંદેશ થકી લગ્નને યાદગાર બનાવવાની અનોખી પહેલ મુકેશ માળી નામના યુવાને કરી છે.
ગોળીયા ગામના મુકેશ બાબુજી માળીએ લગ્નના મોંઘા અને વ્યર્થ ખર્ચા બાદ કરીને કરી લગ્નની કંકોત્રી પક્ષીઘરમાં પરિવર્તિત કરી છે. જેના લીધે જે પણ સ્વજનો અને સગા સંબંધીઓને આ કંકોત્રી આપવામાં આવી છે એ પોતાના ઘરે, આંગણામાં, અગાસીમાં આ પક્ષીઘર રૂપી કંકોત્રી મૂકી પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન ઉભું કરી શકે છે. જેમાં ચકલી સહિતના ઘર આંગણાના પક્ષીઓ માળો બનાવી રહી શકે છે, બચ્ચાંઓનો ઉછેર કરી શકે છે. આમ આ પક્ષીઘરમાં પક્ષીઓની અવર જવરથી ઘરમાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે અને એક અનેરી ખુશી અને પ્રસન્નતાનો અનુભવ થાય છે.
જેથી લોકો માટે આ કંકોત્રી એક કાયમી અને યાદગાર સંભારણું બની રહે છે. આગામી સમયમાં ઉનાળો આવી રહ્યો છે ત્યારે આ કંકોત્રી અબોલ પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે. તેમજ આ કંકોત્રી સામાન્ય કંકોત્રીથી સાવ અલગ છે. કાગળના પૂંઠા સ્વરૂપની આ કંકોત્રી ફોલ્ડિંગ સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં સામાન્ય કંકોતરી જેમ જ લગ્નના તમામ શુભ પ્રસંગો અને વિગતો આવરી લેવાઈ છે. પણ આ કંકોત્રીને પક્ષીઘરમાં પરિવર્તિત કરી શકાતી હોઈ સ્વજનો માટે એક અનોખી યાદગારી બની રહી છે
આમ આ સાથે જો વધુમાં જણાવીએ તો મુકેશભાઈ માળીએ જણાવ્યું કે, ‘આ વિચાર મેં એટલા માટે કર્યો કે લગ્નમાં ખોટા ખર્ચા ખૂબ થાય છે. લગ્નની ઉજવણીના ઉન્માદમાં આપણે પર્યાવરણ અને અબોલ જીવોને નુકશાન કરતા હોઈએ છીએ, ત્યારે આ શરૂઆત હું મારાથી જ કરવા માંગતો હતો. આપણે કોઈ બીજાને સમજાવીએ કે લગ્નમાં કોઈ ખોટા ખર્ચા ન કરતો તો કોઈ માનવાનું નથી.એ એમ જ કહેશે ભાઈ પરણવાનું એક જ વાર છે, ‘તું તારા લગ્નમાં જે કરવું હોય એ કરજે’ એટલે આ સંકલ્પ મેં જાતે કર્યો. મને ખૂબ ખુશી છે.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.