આ યુવાને મનપસંદ કાર નંબર લેવા માટે લાખો રુપીયા ચુકવ્યા! મુળ ગોંડલ.
લોકો પોતાના શોખ અને સપના પુરા કરવા માટે કોઈ પણ હદ સુધી પહોચી જતા હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક વ્યક્તિ ની વાત કર્યે તો તેણે પોતાની મનપસંદ નંબરપ્લેટ લેવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા અને જે રકમ જોઈ તમે પણ ચોકી જશો અને તમારા પણ હોશ ઉડી જશે. ચાલો તમને આ વાત થી રૂબરૂ કરાવ્યે.
વાહનોની ફેન્સી નંબર પ્લેટ એટલે કે ગોલ્ડ અને સિલ્વર નંબર માટે નિયમ મુજબ ઓનલાઈન હરાજી યોજવામાં આવતી હોઈ છે. બધીજ પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી હરાજીમાં ભાગ લેનાર વાહનચાલકો ઓનલાઈન ભાવ બોલતા હોઈ છે. જેમાં સોંથી વધુ રકમ રકમ ની બોલી લાગવનાર ને તેની પસંદગીનો નંબર ઇસ્યુ કરવામાં આવતો હોઈ છે.
આમ ઘણા લોકો પોતાના લક્કી નંબર માટે પણ બોલી લગાવતા હોઈ છે. આ યુવક ગોંડલ શહેરનાં ખોડલધામ સોસાયટીમાં રહેતા અને હડમતાળા ઈન્ડસ્ટ્રીઝમાં ફેક્ટરી ધરાવતા કોંશિક સોજીત્રા દ્વારા ૪૨ લાખ રૂપિયા નાં ખર્ચે ફોર્ચ્યુંનર ગાડી ખરીદી અને તેની ગાડીમાં તેનો મનપસંદ નંબર લગાવો હોઈ તે માટે તેમણે રાજકોટ સહીતની અન્ય RTO માં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હમણા નવી સિરીઝ ખુલી શકે તેમ ન હોઈ તો કોશિકભાઈ એ ગાંધીનગર RTO ઘોડા દોડાવ્યા હતા.
ગાંધીનગર નવી સીરીઝ ખુલવાની હોઈ ૯ નંબર માટે રૂ.૧૦,૨૧,૦૦૦ RTOમાં બિડિંગ કરવામાં આવ્યું હતું અને ગત શુક્રવારે તેને એપ્રુવલ મળી જતા તેમની નવી કાર માં GJ 18 BR 0009 નંબર HSRP પ્લેટ લાગી જશે. આ સાથે કોશિક સોજીત્રા એ જણાવ્યું હતું કે તેઓને માટે ૯ નંબર લક્કી માંને છે. ગત વર્ષે તેમણે નવું બુલેટ ખરીદ્યું હતું તેમાં પણ તેમણે ૯ નંબર ની પ્લેટ લીધી હતી. અને આગામિ વર્ષોમાં પણ જો નવા વાહનો લેવામાં આવશે તો ૯ નંબર માટે બને તેટલા પ્રયત્નો કરશે.