આ યુવક 10 રૂપિયાના સિક્કાનુ પરચુરણ લઈ ને 6 લાખ ની ખરીદી કરવા પહોચ્યો ! શો રુમ ના કર્મચારીઓ ગણી ગણી ને થાક્યા….જાણો શા માટે…

આજે તમે જો ૧૦ નો સિક્કો લઈને ઘરની બહાર કોઈ વસ્તુખરીદવા  જાવ તો તમે નિરાશાની સાથે જ પાછા આવો  છો આવા ૧૦ ના સિક્કાને દુકાનદાર  કે અન્ય  વ્યક્તિ પણ લેવા તેયાર  અત્યાર હોતું નથી તેઓ ના જ પાડશે કે મારે નથી જોય્તો . આવી જ રીતે ૧૦ રૂપિયાનો  સિક્કો ચલનમાં ના આવતા એક યુવાને કંટાળી ને ૧૦ રૂપિયા ના સિક્કા વડે જ ગાડી લેવાનો વિચાર કર્યો , છે ને અદ્ભુત  વાત પરંતુ આ સાચી વાત છે જે હાલમાં જ તામિલનાડુનો કિસ્સો બનવા પામ્યો છે .

તમીલનાડુના ધર્માંપુરી શહેરનો આ કિસ્સો છે જ્યાં યુવક કાર ખરીદવા માટે ૧૦ ના સિક્કાની થેલી ભરી આવ્યો . તો કાર ડીલર પણ અચંભા માં આવી ગયા હતા . અને શરૂઆતમાં તો તેઓએ પણ ૧૦ રૂપિયાના સિક્કા વડે કાર આપવાની ના પાડી દીધી હતી . જો કે ત્યાર બાદ યુવકે સિક્કા વડે કાર ખરીદવાનું કારણ જણાવ્યું હતું તો કાર ડીલર ૧૦ રૂપિયાના સિક્કા વડે કાર આપવા માની ગયો હતો .

તામીલનાડુના ધરમપુર ના અરુરમાં રહેતા વેટ્રીવેલે ૧૦  રૂપિયાના સિક્કા વડે ૬ લાખ રૂપિયા આપીને કાર ખરીદી હતી . તેઓએ જણાવ્યું હતું કે, મારી માતા દુકાન ચલાવે છે જેના કારણે ઘણા ગ્રાહકો ૧૦ રૂપિયાના સિક્કા લેવાની ના પડતા હોય છે આથી મારા ઘરમાં મોટી સંખ્યામાં ૧૦ રૂપિયાના સિક્કા પડી રહ્યા હતા .

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે , નાના બાળકો પણ એવી રીતે ૧૦ ના સિક્કાથી રમતા કે જાણે તેની કોઈ કીમત  જ ના હોય , આથી મેં નક્કી કર્યું કે લોકો ને આ વિષે જાગૃત કરવા ખુબ જરૂરી છે.  આથી મેં ૧૦ રૂપીયાના સિક્કા વડે જ કાર ખરીદવાનો નિર્ણય લીધો ૬ લાખ રૂપિયાની કાર ખરીદવા માટે ૧૦ રૂપિયાના સિક્કા જમા કરવા માટે વેટ્રીવેલને ૧ મહિનાનો સમય લાગ્યો હતો .

શરૂઆતમાં કાર ડીલર શીપે સિક્કાથી કાર આપવાની ન પાડી હતી પણ વેટ્રીવેલ ની પ્રબળ ઇચ્છાશક્તિ નું  માન રાખી આખરે ડીલરશીપ કાર આપવા માટે મંજુર થઇ ગયો . મીડિયા સાથેની વાતચીતમાં વેટ્રીવેલે જણાવ્યું હતું  કે , મારી માતા દુકાન ચલાવે છે આથી તેમની પાસે આવા ૧૦ રૂપિયાના સિક્કા આવતા હોય તે સ્વાભાવિક છે .

આવા સિક્કા કોઈ ગ્રાહકો લેવા તૈયાર નહોતા અને આથી આ ૧૦ ના સિક્કા ઘરમાં  જ પડી રહેતા હતા .આવા સિક્કા ને સવીકારવા  કોઈ તૈયાર નહોતા સાથે બેંક પણ સિક્કાઓ લેવાની ના પડતી હતી .બેન્કવાળા કહેતા કે તેમની પાસે સિક્કા ગણવા માટે માણસો નથી ,જયારે RBI  કહી રહી નથીં કે , સિક્કા નો ઉપયોગ કરવો  નથી . તો પછી બેંક કેમ તેને સ્વીકારવા માટે ના પાડે છે . જયારે અમે ફરિયાદ કરી તો પણ કોઈ કાર્યવાહી આ અંગે કરવામાં આવી નહિ .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *