આ યુવકે નકામી લાગતી પ્લાસ્ટીક ની બોટલ નો ઉપયોગ એવી રીતે કર્યો કે જાણી ને નવાઈ પામશો
ભારત ખેતી પ્રધાન દેશ છે આથી અહીંના લોકો ખેતી સાથે સીધી રીતે સંકનાયેલા જોવા મળે છે .મોટા ભાગના લોકો ખેતી કરી પોતાનું જીવન ગુજારતા હોય છે અને ખેતી માં વૃદ્ધિ કરવા માટે નવા નવા પ્રયોગો કરતા રહે છે જેથી તેમની ખેતી સારી થાય અને આવક માં વધારો થાય.લોકો પોતાની સુજબુજ ના આધારે ખેતીમાં નવા નવા સુધારા કરતા જ રહેતા હોય છે. હાલમાં જ એક એવો પ્રયોગ જોવા મળ્યો છે કે જેનાથી એક શિક્ષક ખેતી કરી રહ્યા છે અને તે પણ બેસ્ટ વસ્તું નો ઉપયોગ કરીને .
જી હા આ વાત સાચી છે આ શિક્ષકે નકામી બોટલના ઉપયોગ થી ખેતી ને નવી જ એક ટેકનિક શોધી છે .જેનાથી છોડ ને આખો દિવસ પાણી મળી રહે છે અને પાણીનો બગાડ પણ અટકે છે અને સાથે છોડમાં જડપી વૃદ્ધિ પણ થાય છે. ઝારખંડ ના ચાઇબસા વિસ્તારમાં એક શિક્ષક પર્યાવરણ ને લઈને એક નવી જ પહેલ કરતા જોવા મળ્યા છે. રજાબાસ ગામના શિક્ષકે બેકાર થઈ ગયેલી હજારો પાણીની બોટલો ને કાપીને ટપક પદ્ધતિથી છોડવાઓ ને પાણી આપવાની તકનીક ગોતી છે.જેનાથી છોડવાને જરૂર મુજબ જ પાણી મળશે અને આમ કરવાથી છોડ ઝડપી વધી રહ્યા છે.
દૈનિક જાગરણ ની સાથે વાત કરતા શિક્ષક તરુણ ગોગોઈ જણાવે છે કે લોકો પાણી પિય ને બોટલો ને ફેંકી દેતા હોય છે.પ્લાસ્ટિક ની બોટલ હોવાથી તે જલ્દી ઓગળી પણ નથી જતી.અને આથી જમીન ને બેકાર બનાવી દેતી હોય છે. એવામાં અમે નકામી બોટલો ને ભેગી કરવાનું શરૂ કર્યું અને તેને નીચે થી કાપી ને અલગ કરી નાખી. ત્યાર પછી બોટલ ના બૂચ ને થોડું ઢીલું કરી નાખ્યું. આમ રોજ સવારે બોટલમાં જરૂર મુજબ પાણી ભરવામાં આવ્યું તો તે સાંજ સુધી ટીપુ ટીપુ છોડવાને જતું હોય છે. આ દરમિયાન તે આ છોડ ની સામે એક લાકડી રાખી તેની સાથે બોટલ ને બાંધી દે છે.આનાથી દિવસ ભર પાણી છોડ ને મળી રહે છે.
તેમનું કહેવું છે કે જો એક સાથે પાણી છોડ ને નાખવામાં આવતું તો તે એક સાથે નીચે જમીનમાં બેસી જતું .આથી પાણી આખો દિવસ મળતું નહિ અને છોડનું સરખું પોશન મળતું નહિ .આથી છોડ માં જો ધીમી ગતિ એ પાણી નાખતું રહેવામાં આવે તો તેને ઝડપી વૃદ્ધિ થશે. અને પાણી નો પણ વધુ બગાડ નહિ થાય. હવે તેઓ આવા એક પ્રયોગ ને અનુસરી ને આવા જ ૨૦૦૦ છોડ ને ટપક પદ્ધતિથી આવી બોટલો બાંધવામાં આવી છે.અને તેમને આ પદ્ધતિ નું પરિણામ પણ જોવા મળ્યું છે.