આ યુવાને છાણનો એવી રીતે ઉપયોગ કર્યો કે કરોડોનો વકરો કરે છે ! અનોખી વસ્તુ બનાવીને…જાણો શું બનાવે છે

આજના સમયમાં લોકો ખુબજ પ્રગતિ કરી રહ્યા છે અને નવી નવી શોધ તેમજ નવી વસ્તુઓનું કે જે ખુબજ ઉપયોગી બંને આને કિંમત માઁ પણ સસ્તી પડે તેનું ઉત્પાદન કરી રહ્યા છે. તેમજ આ ઉપયોગી વસ્તુઓ વેચીને આજે તેઓ લાખો કરોડો કમાઈ રહ્યા છે. તેવીજ રીતે ગાયના છાણમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવીને આ યુવાન કરોડો કમાય છે. પર્યાવરણ ને ઇકોફ્રેન્ડલી બનાવવા આજે પણ લોકો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે જેનું જીવતું જાગતું ઉદાહરણ આજે તમારિ પાસે લાવ્યા છીએ.

અમે વાત કરી રહ્યા છીએ જયપુરથી લગભગ 20 કિલોમીટર દૂર રહેતા ભીમરાજ શર્માએ એક અનોખુ કામ કર્યું છેતેની, તેઓએ પર્યાવરણની સુરક્ષા અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે ગાયના છાણમાંથી 70 પ્રકારના ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ તૈયાર કરી છે. તમને જણાવીએ તો 2017માં ભીમરાજ શર્માએ ગાયના છાણમાંથી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું છે અને તેનું પેટન્ટ હાંસલ કરી લીધું છે. ગૌકૃતિ નામથી એક ગાયના છાણથી તે પેપર પણ બનાવે છે. તેની સાથે જ ભીમરાજ શર્મા ગાયના છાણમાંથી પોપર બનાવીને સ્ટેશનરી આઇટમ બનાવે છે.

કોઇ પણ તહેવારના મોકા પર ભીમરાજ શર્માના છાણમાંથી બનેલા દેવી દેવતાની મૂર્તિઓ અને કેટલીક પ્રોડક્ટ ખૂબ જ વેચાય છે. ભીમરાજ શર્માએ કહ્યું કે, ફેસ્ટિવલ સીઝનમાં તેમની પ્રોડક્ટની એટલી ડિમાન્ડ હોય છે કે, તેને પૂરી નથી કરી શકતા. કોરોના સંકટ બાદ ગૌકૃતિના કામકાજ પર અસર પડી છે પણ હજુ પણ શર્મા વર્ષમાં એક કરોડનો કારોબાર અને 40 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. ગૌકૃતિ દ્વારા 100થી વધારે મહિલાઓને રોજગાર મળે છે, જ્યારે, 20-25 લોકોની ટીમ શર્માની સાથે કામ કરે છે

તમને વધુમાં જણાવીએ તો વર્ષ 2014-15માં ભીમરાજ શર્માએ આયુર્વેદ અને ગાયને લઇને લોકો વચ્ચે જાગરૂકતા ફેલાવનારા અમુક વીડિયો જોયા હતા. ત્યાર બાદ તેણે જોયું કે, સડક પર ગાયો ફર્યા કરે છે, કેટલીક વખત દુર્ઘટનામાં તેમનું મોત પણ થાય છે. ભીમરાજ શર્માએ કહ્યું કે, તેણે પહેલા સાંભળ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં હાથીની ગોબરમાંથી અમુક પ્રોડક્ટ અને પેપર તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ તેણે ગાયના છાણમાંથી પ્રોડક્ટ તૈયાર કરવાનું વિચાર્યું. ભીમરાજ શર્માએ કહ્યું કે, ગાયની ઉંમર 15 વર્ષ હોય છે, જેમાં તે 5 વર્ષ જ દૂધ આપે છે. બાકીના 10 વર્ષ ગોબર અને ગૌમૂત્ર આપે છે.

આમ જી બાદ તેમણે પહેલી વાર પોતાનું પેપર બનાવ્યું અને તે કોઇ નકશાની જેમ વાંકુ ચુકુ બની ગયું. ત્યાર બાદ તેણે ઇન્ટરનેટ પર જોઇને ગાયના છાણમાંથી કમસે કમ 70 પ્રકારની પ્રોડક્ટ બનાવવાનું શીખ્યું. ભારતમાં કેટલાક રાજ્યોમાં ઘણી ગૌશાળા છે જેમાં છાણ ખરીદનારા કોઇ નથી. છાણમાંથી ફક્ત ખાતર બનાવવામાં આવે છે. આમ વાત કરીએ તો આ પ્રોડક્ટની બનાવટની તો જુના છાણમાં 50 ટકા છાણ મિક્સ કરીને પ્રોસેસિંગ અને ગ્રાઇન્ડ કરવામાં આવે છે. લગભગ અઢીથી 3 કલાક સુધી પ્રોસેસિંગ બાદ પેપર તૈયાર થાય છે. આ પલ્પને ટંકમાં ભરવામાં આવે છે પછી સ્કાયર મિક્સ કરવામાં આવે છે. મશીન દ્વારા આ પેપરમાંથી પાણી કાઢવામાં આવે છે અને પછી તેને સૂકવવા માટે છોડી દેવામાં આવે છે.

24 કલાકમાં તે સારી રીતે સુકાઇ જાય છે. જે જાડાઇ અનુસાર, તમારે પ્રોડક્ટની જરૂર હોય એટલો જ પલ્પ ફ્રેમમાં નાખીને પેપર તૈયાર કરવામાં આવે છે. તેને વધુ મજબૂત બનાવવા માટે ગ્વાર ગમ નાખવામાં આવે છે. પેપરને રંગીન બનાવવા માટે હળદર અને ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ભીમરાજ શર્મા હવે રોજ 3000 શીટ તૈયાર કરે છે. ભીમરાજ શર્માની આ પેપરની ડિમાન્ડ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનથી પણ આવે છે. શર્મા ગાયના છાણમાંથી પેપરથી ગ્રીટિંગ કાર્ડ, સ્ટેશનરી, ફાઇલ, બુક કવર જેવી પ્રોડક્ટ તૈયાર કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *