ગામડા ની આ યુવતી વાંદરા અને ગાયો નો વિડીઓ બનાવી લાખો રુપીયા ની કમાણી કરી રહી છે જાણો કેવી રીતે…

હાલ લોકો સોશિયલ મીડિયા દ્વારા પૈસા કમાતા થયા છે જેમ કે યુટ્યુબ માં લોકો તેના ટેલેન્ટ નો વિડીયો બનાવીને અપલોડ કરતા હોઈ છે અને તે જોઈ લોકો તેની કદર પણ કરતા હોઈ છે અને ખુબજ પસંદ પણ કરતા હોઈ છે એમજ જો તેનું ટેલેન્ટ ખુબજ સારું હોઈ છે તો આપો આપ તેના વ્યુસ અને સબસ્ક્રાઈબ વધી જાય છે. આમ આવા પ્લેટફોર્મ ઉપર તમે વિડીઓ બનાવીને હજારો રૂપિયાની કમાણી પણ કરી શકો છો.

હાલ આવા પ્લેટફોર્મ વાળા ઘણા યુટ્યુબર ફેમસ થઇ રહ્યા છે આમ યુટ્યુબ દ્વારા કમાણી કરતા તેવાજ એક કપલ વિષે તમને જણાવીશું જે યુટ્યુબ ઉપર ગાય અને વાંદરાઓ સાથેના વિડીયો બનાવીને આજે હજારો રૂપિયાની કમાણી કરે છે. આ યુટ્યુબ ચેનલનું નામ હ્ચે બદ્રીનારાયણ ભદ્ર. પાંચ વર્ષની અંદર બદ્રીનારાયણ યુટ્યુબ ચેનલ ઉપર ૧૫ લાખથી પણ વધારે સબસ્ક્રાઈબર્સ છે અને તેઓ દર મહિને ૬૦ થી ૭૦ હજારની કમાણી કરી રહ્યા છે.

વધુ બદ્રી વિષે જણાવીએ તો તે ઓડીશા જીલ્લાના એક નાના એવા ગામ જહલમાં રહે છે. તેઓ ફિલ્મ લાઈનમાં પણ રહી ચુક્યા છે તેઓ ૨૦૦૦ થી ૨૦૦૪ સુધી દિલ્હી, કોલકાતા, અને મુંબઈના થીયેટરોમાં કામ કર્યું છે, ત્યારબાદ તેને ૨૦૦૪ થી ૨૦૧૬ સુધીમાં મુંબઈમાં ફિલ્મ ડાયરેક્શન ટીમની અંદર કામ કર્યું અને ૨૦૧૬ માં તે તેના ગામે પરત ફર્યો.

તેને એ જાણકારી નોતી કે યુટ્યુબ દ્વારા આપણે પૈસા કેવી રીતના કમાઈ શકીએ આ દરમિયાન જ્યારે ૨૦૧૬મા જીઓ ૪G લોન્ચ થયું ત્યારે તેને આ સીમ ખરીદ્યું હતું. તેમજ એક દિવસ તેણે જોયું કે તેની પત્ની મોનાલીસા પોતાના હાથ વડે વાંદરાઓને મગફળીના દાણા ખવડાવતી હતી. અને ત્યારે તેણે  એક વિડીઓ બનાવી લીધો ત્યારબાદ તેણે યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધો. અને ૨૦૧૬ માજ તેણે પોતાના નામે એક યુટ્યુબ ચેનલ ખોલી અને રોજ આવા વીડીઓ મુકવા લાગ્યો. આમ ૨૦૧૭ આવતા સુધીમાં તેણે એક પછી એક વિડીઓ અપલોડ કરી દીધા.

તેમજ એક વિડીઓ બનાવવા માટે તેને ૨ થી ૩ કલાક થતા હતા. અને જોત જોતામાં તેના આ વિડીઓ નાં વ્યુસ ખુબજ વધવા લાગ્યા તેને પોતાનું પહેલુ પેમેન્ટ એટલેકે ૧૧૦ ડોલર જે ભારતીય પૈસામાં ૮૦૦૦ રૂપિયા થાઈ તે મેળવ્યા હતા તે પછી તેણે પાછુ ફરીને નથી જોયું અને એક પછી એક વિડીઓ અપલોડ ક્ર્તોજ ગયો અને હાલ તેના ૧૫ લાખ ૬૦ હજારથી પણ વધારે સબસ્ક્રાઈબર્સ છે અને મહિનાના તે ૬૦ થી ૭૦ હજારની કમાણી કરે છે આ આવકમાંથી તે ૨૦ થી ૨૫ હજારનું ખાલી જીવ જંતુઓના ખાવાના જ ખર્ચ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *