વડોદરાના આ યુવકનું સપનું થશે સાકાર, KBCમાં હોટ સીટ પર બેસીને આપશે જવાબ! તેને જોઈ અમિતાભ બચ્ચન પણ બોલ્યા કે ‘તમે તો…જાણો

વાત કરીએ તો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિની કિસ્મત ક્યારે અને કેવું રીતે ચમકી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ મિત્રો તમે બધાજ જાણો છો KBC એટલે કે કોન બનેગા કરોડ પતિ જેમાં અમિતાભ બચ્ચન દ્વારા આ શૉ ચાલી રહ્યો છે. તમને બધાને ખબરજ છે કે આ શો માઁ ખુબજ અઘરા સવાલના જવાબ આપી પૈસા જીતવામાં આવતા હોઈ છે. વાત કરીએ તો આ વર્ષે KBC 14 માં 30 વર્ષીય હર્ષ સલુજા આજે રાત્રે 9 કલાકે લોકપ્રિય ટીવી શોમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસીને જવાબો આપશે.

આમ આ સાતગે હર્ષે જણાવ્યું હતું કે, મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને જોતાજ મારું મગજ સુન મારી ગયું હતું. એવું કહીએ તો પણ ચાલે કે હું જવાબો આપવાનું ભૂલી ગયો હોય. આ સાથે વધુમાં KBC સીઝન-14માં પહોંચેલા હર્ષ સલુજાએ જણાવ્યું હતું કે, વડોદરાના સુભાનપુરા એ-2, જલાશ્રય સોસાયટીમાં માતા-પિતા અને પત્ની સાથે રહું છું. B.E. કમ્પ્યુટર સાયન્સ અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા 7-8 વર્ષથી KBC માં જવા માટે પ્રયત્ન કરતો હતો. વર્ષ-2020-21માં કોરોના કાળ દરમિયાન બે વીડિયો ઓડિશન પણ આપ્યા હતા. પરંતુ, નસીબે સાથ આપ્યો નહોતો. KBC-14મી સિઝનમાં પુનઃ પ્રયત્ન શરૂ કર્યો હતો. બે વખત પ્રયત્નો કર્યાં હતા. પરંતુ, નિરાશા મળી હતી. બે વખત નિરાશા મળતા પ્રયત્ન કરવાનું પણ છોડી દીધું હતું.

તેમજ હર્ષે વધુમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-022માં મારું મુંબઇમાં ઓડિશન થયું હતું. 400 હરીફોમાં હું સિલેક્ટ થતા ખુશીનો પાર ન હતો. પત્ની રીતુ, પિતા જસપાલસિંહ અને મમ્મી ઇન્દ્રા પણ ખુશખુશાલ થઇ ગયા હતા. આજે 9 નવેમ્બર-2022ના રોજ મારો શો પ્રસારીત થશે. આ શોમાં મારી સાથે મારી પત્ની અને મમ્મી-પપ્પા પણ આવ્યા હતા. મારા માટે કૌન બનેગા કરોડ પતિમાં પૈસા કમાવવાનું ધ્યેય ન હતું. પરંતુ, મારું અને મારા પરિવારને મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને મળવાનું સ્વપ્ન હતું. જે સ્વપ્ન પૂરું થઇ ગયું છે

તેમજ હર્ષે વધુમાં જણાવ્યું કે, KBC માં મારે પૈસા કમાવવા જવાની કોઇ ઇચ્છા ન હતી. મારી ઇચ્છા માત્ર અમિતાભને જોવાની, મળવાની અને તેમની સાથે વાતચીત કરવાની હતી. તે સાથે અમિતાભના આશીક મારા મારા માતા-પિતા અને પત્નીને મળાવવાની હતી. જે ઇચ્છા મારી પૂરી થઇ ગઇ છે. અમિતાભ સાથેની મુલાકાતની પળ મારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ પળ હતી. સાથે આ પળ મારી જિદગીની અવિસ્મરણીય પળ બની રહેશે. આમ આ સાથે મારી ઊંચાઈ 6 ફૂટ 4 ઇંચ સાભળી અમિતાભજી બોલ્યા તમે મારાથી 2 ઇંચ મોટા છો., તમે તો મારો રેકોર્ડ તોડી નાખ્યો. આ વાતચીતે ઓડિયન્સમા ખુશીનું મોજું ફેરવી દીધું હતું. તેમ જણાવતા હર્ષે જણાવ્યું કે, અમિતજીએ મારી મેરેજ લાઇફ અંગે પણ વાતચીત કરી હતી. મેં પણ તેમના દામ્પત્ય જીવન વિષે પ્રશ્ન કરતા તેઓએ સહજ રીતે જવાબો આપ્યા હતા. મારી પત્ની અને મારા મમ્મી-પપ્પા સાથે પણ અમીતજીએ મનભરીને વાતો કરી હતી.

તેમજ હર્ષે જણાવ્યું હતું કે, મારી સૌથી પસંદગીનો હિરો શાહરૂખ ખાન છે. પરંતુ, અમિતાભ બચ્ચન તો અમિતાભ બચ્ચન છે. આથી જ તેઓ મેગા સ્ટાર તરીકે છે. તેમનું સ્થાન આવનાર નજીકના ભવિષ્યમાં કોઇ લઇ શકશે નહીં. આજે 80 વર્ષની ઉંમરે પણ તેઓની સ્ફૂર્તિ યુવાનોને શરમાવે તેવી છે. હોટ સીટ ઉપર આવવાની તેમની સ્ટાઇલ જોઇને જ બધુ ભૂલાઇ જવાય. આમ હોટ સીટ ઉપર મારી સામે અમિતાભ બચ્ચન આવીને બેઠા ત્યારે મને લાગતું હતું કે, ખરેખર અમિતાભ બચ્ચનની સામે બેઠો છું તેવો સવાલ મારા મનમાં ઉદભવ્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *