ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર એવા દેવાયત ખવડના જીવને ખતરો! લંડનમાં રહેતા આ વ્યક્તિએ આપી ખુલ્લી ધમકી….

મિત્રો વાત કરીએ તો તમે બધા દેવાયત ખવડ કે જે ગુજરાતી લોક સાહિત્ય જગતનાં જાણીતા સ્ટાર છે. તેમજ આપણે સૌ જાણીએ છીએ હાલના સમય મા ગુજરાત સંગીત નો ઘણો સારો સમય ચાલી રહ્યો છે ગુજરાતી સંગીત ક્ષેત્રે હાલ અનેક લોક ગાયકો છે જેમણે દેશ મા જ નહી પણ વિદેશ મા પણ બનાવ્યું છે. તમને જણાવીઈ તો છેલ્લા ઘણા સમયથી લોક સાહિત્યકારોને યેનકેન પ્રકારે ધમકીઓ આપવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી.

આ બધાની વચ્ચે તાજેતરમાં જ એક માથાકૂટને લઈને વિવાદમાં આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડને જાનથી મારી નાખવાની ધમકી મળતાં ચકચાર મચી જવા પામી છે. આ ધમકી મળતાંની સાથે જ દેવાયત ખવડ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર અને ડીસીપીને આ અંગેની ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ હાલમાંજ પોતાની ફરિયાદમાં દેવાયત ખવડે જણાવ્યું છે કે તેને સોશ્યલ મીડિયાના માધ્યમથી લંડનમાં રહેતાં જીત રોહિત મોડાસીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

જો કે આ ધમકી તેણે શા માટે આપી તે સહિતના મુદ્દા હજુ સામે આવ્યા નથી. એકંદરે ફરિયાદ મળતાં પોલીસે સાયબર ક્રાઈમ મારફતે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દેવાયત ખવડ સામે અરજી કરવામાં આવી હતી જેના પર અત્યારે તપાસ ચાલી રહી છે. બીજી બાજુ દેવાયત ખવડ ‘રાણો રાણાની રીતે’ સહિતના વાક્યોથી ઘણા પ્રચલિત અને ખાસ કરીને યુવાનોમાં અલગ જ ક્રેઝ ધરાવતાં લોકસાહિત્યકાર છે.

તેમજ તેમના જીવનની વાત કરીએ તો દેવાયત ખવડનું અત્યારનું જીવન ખૂબજ સારું બની ગયું છે અને ત્યારબાદ તેમના પ્રોગ્રામની વાત કરવામાં આવે તો દેવાયત ખવડ હંમેશા વટ,ખુમારી અને દાતારી જેવી વગેરે વાતોના તેઓ સાહિત્યકાર છે. હંમેશા તેઓ ખુમારીની જ વાતો કરતા જોવા મળ્યા છે અને યુવાનોને સીધા રસ્તે લઈ જવાની વાતો કરતા હોય છે અને તેમજ આગળ વાત કરવામાં આવે તો દેવાયત ખવડ આજે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ થઈ ગયા છે અને તેમના પ્રોગ્રામો પણ દિવસે દિવસે વધતા જાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *