દાદાની અસ્થિ વિસર્જન કરવા ગયેલા એકજ પરિવારના ત્રણ ભાઈ નદીમાં ડૂબ્યા! જેમાં બે ના મોત જયારે અન્ય એક…જાણો વિગતે

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જે અકસ્માતમાં એકજ પરિવારમા દાદાનાં અસ્થિ વિસર્જિત કરવા ગયેલા બે પૌત્રો ચાણોદમાં ડૂબ્યા અને થયું મોત. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

આ ઘટના બાદ એકજ પરિવારના બે સગા પિતરાઇ ભાઇઓ પોતાના દાદાની અસ્થિ વિસર્જન માટે ચાણોદ ગયા હતા અને ત્યાં પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટયા હતા. જેનાથી આખું રામેશ્વર નગર હિબકે ચડયું હતું અને બે જવાન દીકરાઓના મોતના સમાચાર સાંભળતા પરિવારજનોમાં શોક ફેલાઈ ગયો હતો. પિતાએ પોક મૂકીને રુદન કરતા કહ્યું કે, હું મારા દીકરાઓને જીવતો લઈ ગયો હતો અને મરેલી હાલતમાં લાવ્યો. હજી તો મારા બાપનું તેરમું થયું નથી અને મારા બે જવાન દીકરાની અર્થી તૈયાર થઈ ગઈ, મારા બે દીકરાઓને પાછા આપી દો ભગવાન. તેવું કહીને તેમની રડી રડીને હાલત ખુબજ બેહાલ થઈ ગઈ હતી.

વાત કરીએ તો ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર નગર ખાતે રહેતા હર્ષવર્ધનસિંહ સોલંકી, જનકસિંહ સોલંકી અને મહેશભાઈ પરમાર સહિત પોતાના પરિવારના 26 જેટલા સભ્યો ગઈકાલે ગોધરાથી આઈસર ટેમ્પામાં બેસી ચાણોદ ખાતે પોતાના સ્વજનની અસ્થિવિસર્જન માટે ગયા હતા. ત્યાં પોતાના દાદા અમરસિંહ સોલંકીના અસ્થિવિસર્જન બાદ ચાણોદ અને પોઈચા વચ્ચે આવે છે.

જે બાદ પાણીનું વહેણ વધારે હોવાથી ત્રણેય ભાઈઓ ડૂબવા લાગ્ય. ત્યારે હર્ષવર્ધનસિંહ બચાવવા માટે તેના પિતરાઈ ભાઈઓ જનકસિંહ સોલંકી અને મહેશભાઈ પરમાર આ બન્ને ભાઈએ પાણીમાં છલાંગ લગાવી બચાવવા માટે ગયા હતા. પરંતુ પાણીનું વહેણ વધારે હોવાના કારણે આ ત્રણેય પિતરાઈ ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા. જેથી અસ્થિવિસર્જન કરવા માટે ગયેલા પરિવારના સભ્યો બૂમાબૂમ કરી મૂકી હતી, પરતું ત્યાં કોઈ પણ બચાવવા આવ્યું નહીં. આખરે એક નાવડીના ચાલકે પોતાની કુનેહ વાપરીને બે લોકોને પાણીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક શીનોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આમ ત્યાં સારવાર દરમિયાન જનકસિંહ સોલંકીનું મોત નીપજ્યું હતું, જ્યારે મહેશભાઈ પરમારને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ હર્ષવર્ધનસિંહ સોલંકી પાણીના વહેણમાં તણાઈ જતાં લાપતા થયા હતા. જેથી પરિવારના સભ્યો ટેન્શનમાં આવી ગયા હતા, પરતું ફરી એક વાર નાવડીના ચાલકે શોધખોણ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ હર્ષવર્ધનસિંહનો મૃતદેહ મળી આવતા બહાર કાઢવામાં આવ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.