એક સાથે ત્રણ મિત્રો બની ગયા કાળનો કોળિયો ! જગગનાથપુરી ગયા હતા ચાર મિત્રો પણ વચ્ચે નડ્યો અકસ્માત…મૃત્યુ પહેલા

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

ઘટનાની વાત કરીએ તો શનિવારે રાત્રે ઓરીસ્સામાં આવેલા જગન્નાથ પુરી દર્શનાર્થે ગયા હતા અને બુધવારે પરત આવી રહ્યા હતા. દરમિયાન રાત્રે 2 વાગ્યે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં બનાવસ્થળે 3 મિત્રોનાં મોત થયાં હતાં. જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. સ્વજનનાં અકાળ મૃત્યુના સમાચાર મળતાં જ પરિવારજનો, કુટુંબીઓ અને પેથાપુર ગામમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે. આ બનાવને લઈ બોલગઢ પોલીસ મથકમાં ગુનો નોંધાતાં કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પેથાપુર ગામમાં રહેતા 4 મિત્ર જયેશભાઈ જશવંતભાઈ પરમાર (37), કિરણકુમાર પ્રવીણચન્દ્ર મહેતા (65), રસિકભાઈ સોમનાથભાઈ મિસ્ત્રી (50) અને મહેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ડાભી (33) 29 ઓક્ટોબરે રાત્રે આઇ20 કાર લઈને ઓરીસ્સામાં ભગવાન જગન્નાથનાં દર્શન કરવા નીકળ્યા હતા. તમામ મિત્રો દર્શન કરીને બુધવારે સવારે કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ખુર્દા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો, જેમાં બનાવસ્થળે કારમાં સવાર જયેશભાઈ પરમાર, કિરણકુમાર મહેતા, રસિકભાઈ મિસ્ત્રીનું મોત થયું હતું.

આમ આ ગંભીર અકસ્માત થતાની સાથેજ કાર સવાર 4 લોકો માંથી 3 નાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. તેમજ તેઓની કાર પણ બુકડો બોલી ગઈ હતી જોકે 4 લોકો માંથી એક કારમાં સવાર મહેન્દ્રસિંહ ડાભીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં મહેન્દ્રસિંહને પગે ફ્રેક્ચર થતાં ત્યાંની હૉસ્પિટલમાં સારવાર કરવામા આવી હતી. અકસ્માતથી સમગ્ર પેથાપુર શહેરમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. કિરણકુમાર મહેતા ગામમાં અનેક સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા હતા.

આમ આ સાથેજ જયેશભાઈ પરમાર નગરપાલિકામાં નોકરી કરતા હોવાથી ગ્રામજનો સાથે સીધો સંપર્ક ધરાવતા હતા અને રસિકભાઈ મિસ્ત્રીકામ કરતા હતા. આ બનાવને લઈ પેથાપુરમાંથી મૃતકના સગાસબંધીઓ બુધવારે બપોરે હવાઈ માર્ગે સ્વજનોના મૃતદેહ લેવા નીકળી ગયા હતા, જે પેથાપુરમાં આવ્યા બાદ અંતિમક્રિયા કરવામાં આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *