ભાવનગરમાં ફિલ્મ જોઈ પરત ફરતી ત્રણ સહેલીઓને ટ્રકે અડફેટે લીધી એકનું ઘટના સ્થળેજ મોત જયારે અન્ય…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના ભાવનગર શહેરમાંથી સામી આવી રહી છે જ્યાં શહેરના ચિત્રા તથા ફૂલસર વિસ્તારમાં રહેતી ત્રણ સહેલીઓ જયાપાર્વતીના જાગરણને લઈને ટોપથ્રી સિનેમામાં મૂવી જોવા ગઈ હતી. જ્યાંથી પરત ઘર તરફ એક સ્કુટર માં ત્રીપલ સવારીમા આવી રહી હતી એ દરમ્યાન ટ્રક ચાલકે ત્રણ સવારી જઈ રહેલ યુવતીના સ્કુટરને ટલ્લો મારતાં સ્કુટર ચાલક યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પરિવારમાં ખુબજ ગમનો માહોલ થવા પામ્યો હતો.

વાત કરીએ તો સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ચિત્રા પાસે આવેલ એસટી વર્કશોપ પાસે રહેતી પ્રિયાંન્સી શૈલેષભાઇ ગોંડલીયા તથા ફૂલસર આવાસ યોજનામાં રહેતી મનાલી સુરેશભાઈ સાંચીયા અને ફૂલસર મધુવન સોસાયટીમાં રહેતી ઝરણાં જાદવ આ ત્રણેય બહેનપણીઓ આજરોજ જ્યાપાર્વતી ના જાગરણ ને પગલે ટોપથ્રીમા પીક્ચર જોવા એક એક્ટિવા સ્કુટર પર ગઈ હતી જયાં ફિલ્મ જોઈ ત્રણેય સખીઓ પરત સ્કુટર પર ઘરે આવી રહી હતી તે વેળાએ ટોપથ્રી સર્કલ પાસે આવેલ ગોપાલનગર પાસે પુર ઝડપે આવી રહેલ ટ્રક ચાલકે સ્કુટરને અડફેટે લેતાં ત્રણેય સહેલીઓ રોડપર પટકાતા સ્કુટર ચલાવી રહેલ ઝરણાં જાદવને હાથે-પગે તથા માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જયારે પાછળ બેઠેલી યુવતીઓને સામાન્ય ઈજા સાથે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આમ આ ઘટનામાં ટ્રક ચાલક પોતાના વાહન સાથે નાસી છુટ્યો હતો આ અંગે ભરતનગર પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી આ અકસ્માત ને પગલે થોડીવાર ટ્રાફિકજામ સર્જાયો હતો અને સ્થળપર લોકોનાં ટોળેટોળાં એકઠાં થયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *