વડોદરામાં એકજ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું ! દીવાલ પર સ્યુસાઇડ નોટ લખી કે, “અમે અમારી…જાણો ધ્રુજાવી દેતું કારણ
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પરિવારે સામુહિક આપઘાત કરીને જીવ ટૂંકાવી લીધું છે. તેમજ દીવાલ પર સ્યુસાઇડ નોટ પણ લખી હતી. આવો તમને આ આપઘાતની પુરી ઘટના વિગતે જણાવીએ.
આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના વડોદરા શહેરના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાંથી સામે આવી રહી છે જ્યાં મકાન નં-102માં રહેતા પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી(ઉં.30) શેરબજારનું કામ કરતા હતા. તેઓ 7 વર્ષના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતા હતા. આજે સવારે પ્રિતેશભાઈ, તેમના પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઈ મિસ્ત્રી(ઉં.32) અને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ મિસ્ત્રી (ઉં.07)ના ઘરમાંથી મૃતદેહો મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પહોંચી ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી. ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે, પ્રિતેશભાઈનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર દેખાતો નહોતો
થયું એવું હતું કે પ્રિતેશભાઈએ પહેલા પત્ની અને પુત્રનું ઓશીકાથી મોઢું દબાવી હત્યા કરી નાખી હતી અને પછી પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. તેમજ આ ઘટનાને પગલે પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.એ.ગોહિલે જણાવ્યું હતું કે “અમે અમારીથી મરજીથી આપઘાત કરીએ છીએ, આમાં કોઈ જવાબદાર નથી, એમ ઘરની દીવાલ પર લખ્યું છે.”માતાએ સવારે આવીને જોયું તો માતા રડવા લાગી અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
મૃતક પ્રિતેશભાઈના મમ્મીને કઈંક આ રીતે થઇ હતી જાણ થયું એવું કે પ્રિતેશભાઈના મિત્ર કેતન ચુનારાએ જણાવ્યું હતું કે પ્રિતેશભાઈએ ગઈકાલે રાત્રે મમ્મીને મેસેજ કર્યો હતો કે આવતીકાલે સવારે ઘરે આવજો, જમવા જવાનું છે. સવારે જ્યારે તેમનાં મમ્મી તેમના ઘરે ગયાં ત્યારે પ્રિતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા અને તેમના પત્ની અને પુત્રના મૃતદેહો પલંગ ઉપર પડ્યા હતા.
આમ આ સાથે મળતી માહિતી પ્રમાણે, પ્રિતેશભાઈએ બેંકોમાંથી લોન લીધી હતી અને ખૂબ જ દેવું થઈ ગયું હતું. દેવું થઈ જતાં પ્રિતેશભાઈએ પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લીધે પરિવારમાં ખુબજ માતમ છવાઈ ગયો છે. હાલ છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. અને વાધારે પડતા કારણો પાછળ પૈસો જ જવાબદાર જોવા મળતો હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.