ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણના ઘટનાસ્થળે મોત! જયારે અન્ય ત્રણ…

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે ઘણી વખત કોઈ નાની ભૂલ કે બેદરકારીને લીધે પણ ગંભીર અકસ્માત થતું હોઈ છે. જેમાં વ્યક્તિનું મોત નીપજે છે. હાલ એક તેવોજ ગંભીર અકસ્માત સામેં આવી રહ્યો છે જેમાં રીક્ષા પર વૃક્ષ પડતાં એક યુવતી સહીત ત્રણ લોકોના ઘટના સ્થળેજ મોત થયા. ચાલો તમને આ ઘટના વિસ્તારમાં જણાવીએ.

આ ઘટના દહેગામ તાલુકાના સોલંકીપુરા નજીક થી સામે આવી રહી છે. જ્યાં ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ રિક્ષા પર વિશાળકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં રિક્ષામાં સવાર એક યુવતી સહિત ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયાં હતા. દુર્ઘટના બાદ આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા અને રિક્ષામાં સવાર મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. એક સાથે ત્રણ લોકોના મોત થતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. દુર્ઘટનામાં ત્રણ ઘાયલ મુસાફરોને ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનામાં મગોડી ગામની બે વ્યક્તિ તેમજ પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામની એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતકોમાં દેવીપૂજક હીનાબેન(ઉ.વ.18, રહે. મગોડી), બારોટ ડાહ્યાભાઇ ભલાભાઇ (ઉ.વ.65, રહે.મગોડી) અને દેવીપૂજક વિપુલ રાજેશ (રહે.વાઘપુર, પ્રાંતિજ)નો સમાવેશ થાય છે. બનાવ બાદ મગોડી અને વાઘપુર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.