અમદાવાદ-વડોદરા હાઈવે પર ટ્રકની પાછળ ધડાકેભેર કાર ઘુસી જતા ત્રણનાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત ! જ્યારે અન્ય ત્રણ લોકો….

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ અકસ્માતની ઘટના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર થઇ હતી જેમાં રોડ પર ઉભેલા અઈસરની પાછળ કાર ઘુસી જતા ૩ લોકોના ઘટના સ્થળેજ મોત થયા હતા જયારે બીજા ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થતા નજીકના હોસ્પીટલે ખસેડાયા હતા. આ ઘટના બનતાજ રાહદારીઓનાં ટોળે ટોળા વળી ગયા હતા. તેમજ મૃતકમાં ૨ પુરુષ અને એક બાળકનો પણ સમાવેશ થાઈ છે. આમ ઘટના બન્યા બાદ ત્યાં પેટ્રોલિંગ ની ટીમ અને એમ્બીયુલન્સ ઘટના સ્થળે પહોચી હતી. તેમજ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચે આ ગંભીર અકસ્માત બન્યું હતું. અમદાવાદ તરફ નડિયાદથી ૧૨ કીલોમિટર દુર વણસોલ ગામની સીમ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમજ આ કારમાં કુલ ૬ લોકો સવાર હતા જેમાં આગળ બેસેલા ૨ પુરુષો અને એક બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

તેમજ તમામ ઈજાગ્રસ્તને નડીયાદ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કાર એટલી ધડાકેભેર અથડાઈ હતી કે કારનો કુચ્ચો બોલી ગયો હતો. કારમાં સવાર છ લોકો સુરતથી અમદાવદા થઇ રહ્યા હતા. મહેમદાવાદ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.