સમય સુચકતા કે નસીબ? એક બે નહી ત્રણ લોકો ના જીવ બચ્યા…જુઓ વિડીઓ

હાલમાં નાના હોય કે મોટા હોય દરેક શહેરો ની જગ્યાએ અકસ્માતના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે મોટા શહેરોમાં તો આવા અકસ્માતો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવા રોડ અકસ્માતોમાં અનેક લોકો પોતાના સ્વજનોને ગુમાવતા હોય છે તો ઘણા લોકો પોતાના નાના હજુ તો જીવન જીવવાનું શરૂ કર્યું હોય તેવા યુવાનો ના પણ મોત થતાં હોય છે. આવા બનાવો થી બચી જવું તે જ બહુ મોટી વાત ગણાય છે.આવી જ એક ભયાનક અકસ્માત નો ભોગ બનતા રહી જનાર ૩ વ્યક્તિઓ નો જીવ બચી ગયો છે જેનો એક વીડિયો સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશ ના મહારાજગંજ જિલ્લાના પુરંદરપુર વિસ્તારના વચ્ચે એક મોટી દુઘર્ટના જોવા મળી હતી.જેનો વીડિયો સામે આવી રહ્યો છે.આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે ૩ લોકોના જીવ મોતના મુખમાંથી બચી ગયા છે.જે સમયસર તેઓ પોતાની સુજબુઝ નો ઉપયોગ કરી તે જગ્યાએ થી ગયા ના હોત તો બહુ મોટી અનહોની બની જવાની હતી. ગયાં દિવસોમાં અનિયંત્રિત ટ્રકમાં કારણે ૩ લોકોના જીવ બચી જવા પામ્યા હતા.આ ટ્રકમાં કારણે મોટી દુઘર્ટના બની જવા પામી હોત.

આ વીડિયોમાં તમે જોઈ સકો છો કે એક ટ્રક ગોરખપુર થી નેપાળ જઈ રહ્યો હતો.ત્યારે જ પુરંદરપુર નજીક ના ચોકમાં આ ટ્રક અનિયંત્રિત થઈ ને ત્યાં આવેલી એક દુકાનની અંદર પહોંચી ગયો હતો .જ્યાં હાજર ૩ લોકોએ સમયસર પોતાનો જીવ બચાવી લીધો હતો અને મૃત્યુથી બચી ગયા હતા જયારે ટ્રક તે દુકાનની અંદર ઘસી ગયો હતો.કદાચ આ ત્રણ વ્યક્તિએ થોડી પણ સમયની વાર કરી હોત તો તેઓ બહુ મોટી દુઘર્ટના નો શિકાર બની ગયા હતા.હવે આ CCTV હાલમાં બહુંજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ આખી જોખમવાળી ઘટના જોઈ લોકો વિશ્વાસ નથી કરી રહ્યા કે કઈ રીતે આ ૩ લોકોએ પોતાનો જીવ બચાવી લીધો હતો. આંખના પલકાર જેટલા જ સમયમાં આ ૩ વ્યક્તિઓએ તેમનો જીવ બાવાવ્યો હતો અને મોટી દુઘર્ટના નો શિકાર બનતા બચી ગયા હતા.આ વીડિયો આજ મહિનાની ૧૯ તારીખ નો છે કે જ્યારે વરસાદ પડી રહ્યો હતો અને એક ટ્રક ગોરખપુર થી નેપાળ જઇ રહ્યો હતો.ત્યારે પુરંદરપુર ના ચોક નજીક જ ટ્રક નું કંટ્રોલ અનિયંત્રિત બની જતા એક સ્થિત દુકાનમાં ટ્રક ઘુસી ગયો હતો.સાથે એ પણ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાને કારણે ૪ દુકાનને નુકશાન પહોંચી ગયું છે.આમાં સારી વાત એ છે કે એક સાયકલવાળો, એક દુકાનદાર અને એક ઇ રિક્ષાથી નીચે ઉતરનાર વ્યક્તિ આ ત્રણેય વ્યક્તિ આ ઘટનાનો ભોગ બનતા બચી ગયા હતા.

જ્યારે આ ૩ લોકોએ ટ્રક ને અનિયંત્રિત હાલતમાં તેઓની સામે આવતો જોયો તો તેઓ તરતજ સમય ગુમાવ્યા વિના ત્યાંથી નીકળી ગયા હતા.જ્યાં ટ્રક ટક્કર મારી દુકાનમાં ઘુસી ગયો હતો.અને આમ ત્રણ વ્યક્તિ ના જીવ બચી ગયા હતા.આ ઘટનાના લઈને કાયૅવાહી શરૂ થઈ ગઈ છે.આ ઘટનાને લઇ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તે ઘટનાની માહિતી મેળવી રહી છે.પોલીસે જણાવ્યું કે ટ્રક ના ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે અનેઆગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *