પતિ થી કંટાળીને પત્ની પોતાના પિયર આવી ગઈ અને પિયરથી આવતા ચોખી નાં પાડી ! તો પતિ એ પોલીસે સ્ટેશનની બહારજ પોતે….

આ ઘટના જાણી તમાંરા પણ હોશ ઉડી જશે જેમાં યુવકે પહેલા પત્ની સાથે ઝઘડો કર્યો અને જ્યારે પત્ની પિયરે વઈ ગઈ પછી તેને ઘરે પાછી લાવવા માટે યુવક ત્યાં પહોચ્યો હતો છતાં પણ તેની પત્નીએ ઘરે આવવાની નાં પાડી દીધી હતી. જેનાથી પરેશાન થયેલો જીતેન્દ્ર પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. અને પોલીસને તેની મદદ કરવાની વિનંતી કરી. પછી પોલીસના બોલાવવા પર તેની પત્ની અને તેના પરીવારજનો ત્યાં પહોચી ગયા.

આમ પછી પોલીસે બંને વચ્ચે સમજૂતી કરાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ પત્ની ન માની અને તેણે જિતેન્દ્ર સાથે જવાની ફરી ના પાડી દીધી. ત્યારબાદ પોલીસે જિતેન્દ્રને ઘરે જવા માટે કહ્યું. થોડા સમય બાદ જિતેન્દ્ર ફરી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને બહાર હોબાળો કરવા લાગ્યો. જિતેન્દ્ર બૂમ પાડી પાડીને કહેવા લાગ્યો, ‘પોલીસ મારી પત્નીને મારી સાથે મોકલી રહી નથી. મારી પાસે પોલીસે પૈસા માગ્યા. જ્યારે મેં પૈસા ન આપ્યા તો પોલીસે મારી ફરિયાદ પર કાર્યવાહી ન કરી.

જિતેન્દ્રએ આ દરમિયાન ઘણી વખત કહ્યું કે, તેણે ઝેર ખાઈ લીધું છે, પરંતુ પોલીસે તેને ગંભીરતાથી ન લીધો. થોડા સમય બાદ જ્યારે જિતેન્દ્રના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું તો પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ. ખબર પડી જે જિતેન્દ્રએ સલ્ફાસ ખાઈ લીધું છે. તાત્કાલિક તેને લખનૌ ટ્રોમા સેન્ટર પહોંચાડવામાં આવ્યો. હાલમાં જિતેન્દ્રની તબિયત સારી છે અને તેની સારવાર ચાલી રહી છે. મોહાન પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે, આ ઘટના અરસપરસના વિવાદની છે. જિતેન્દ્ર પોતાની પત્નીને મારતો હતો અને તેના પર શંકા પણ કરતો હતો.

aajtak.in

તેથી તેની પત્ની તેનાથી કંટાળી અને ત્રાસીને પોતાના પિયરે વઈ ગઈ તેમજ જ્યારે તે પોતાની પત્નીએ લેવા ગયો ત્યારે પણ નાં પાડી દીધી હતી અને જ્યારે પોલીસે દ્વારા ઘણું સમજાવ્યા બાદ પણ પત્નીએ તેના પતિ જીતેન્દ્ર સાથે રહેવાની ચોખી નાં પાડી દીધી હતી તે પછી જીતેન્દ્રએ  પોલીસ સ્ટેશનની બહાર આવા કર્યો કર્યા અને ઝેર પીય લીધું હતું. તેમજ જીતેન્દ્ર આ પહેલા પણ તેની પત્ની સાથે ઘણી વાર મારામારી કરી ચુક્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.