પૌત્રના બધાજ સવાલ પર દાદીએ એવા એવા જવાબ આપ્યા કે સાંભળી તમે પણ હસી હસીને પેટ પકડી લેશો… જુઓ વિડીઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર ખુબજ હસી આવે તેવા વિડિઓ જોતા હોવ છો જેમાં કોમેડી થી લઈને અલગ અલગ દરામાં પણ જોવા મળતા હોઈ છે તેવીજ રીતે હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખબજ વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે જેમાં એક યુવક અને એક દાદી જોવા મળી રહયા છે જે બંને સાથે એક વિડિઓ બનાવતા હોઈ છે અને અચાનકજ તેમનો પોંત્ર એક સવાલ પૂછે જેનો દાદી એવો જવાબ આપે છે કે જે સાંભળી તમે પણ પેટ પકડીને ખુબજ હસવા લાગશો. આવો તમને આ વિડીઓ વિગતે જણાવીએ.
તમે આ વિડીઓમાં જોઈ શકો છો કે એક વાયરલ ક્લિપમાં એક યુવક તેની દાદીને નિરાંતની પળોમાં કેટલાક સવાલ કરે છે. જેના પર દાદી જવાબો આપે છે. પરંતુ પૌત્રે દાદીને એવો સવાલ કર્યો જેના પર દાદીએ આપેલ રિએક્શને અને ક્યુટ અંદાજે નેટીઝન્સનું દિલ જીતી લીધું છે. દાદી અમ્મા ‘હે બાપ રે’ કહીને એવી પ્રતિક્રિયા આપે છે કે વિડિયો જોયા પછી ચોક્કસ તમારા ચહેરા પર પણ સ્મિત ફરકશે. ભોજપુરીમાં થયેલી વાતચીત અને દાદી અમ્માનો અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે.
આમ આ વીડીઓમાં અચાનકજ આ યુવક તેની દાદીને કહે છે, એક વાત પૂછું દાદી? આના પર મહિલા કહે છે, પૂછને દીકરા. પછી પૌત્ર પૂછે છે – તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે? વૃદ્ધ મહિલા જવાબ આપે છે, હું 75 વર્ષની છું. જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થઈ ગયા હતા. આ પછી પૌત્ર કંઈક પૂછે છે, જેના પર દાદી શરમથી લાલ થઈ જાય છે. યુવક પૂછે છે કે તમે ક્યારેય દાદાને ચુંબન કર્યું છે. આ અંગે દાદી અમ્માનું જે રીએક્શન છે તે જોવા જેવું છે. દાદીની આ સ્ટાઇલે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.
પૌત્ર તરુણે ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કર્યો અને લખ્યું- ‘દાદી સાથે અજબની વાતચીત.’ 14 નવેમ્બરે અપલોડ કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર રીતે ધમાલ મચાવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કર્યો છે. જ્યારે ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.