પરીવાર મા દુખ દુર કરવા ભુવા એ 1 કરોડ મા ડીલ કરી ! પરીવારે રુપીઆ ના થોકા ને થોકા રાખી દીધા…જુઓ વિડીઓ
મિત્રો આપણા પર જ્યારે જ્યારે પણ મુશ્કેલીનો પહાડ તૂટી પડતો હોઈ છે ત્યારે ત્યારે આપડે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ આપણા બધાજ દુખ,દર્દ દુર કરવા માટે તેને પ્રાર્થના કરીએ છીએ. જોકી આજના સમયમાં પણ ઘણા એવા લોકો હોઈ છે જે તેના દુખ દુર કરવા માટે ભૂવા ને બોલાવતા હોઈ છે. બદલામાં ભૂવાને પણ કંઇક આપવું પડતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક તેવોજ મામલો સામે આવી રહ્યો છે જેમાં 5 ભૂવાઓએ પરિવારનું દુઃખ દૂર કરવા 1 કરોડની ડીલ કરી, બે ભાઈઓનો ₹35 લાખ આપતો વિડીઓ પણ વાયરલ થઇ રહ્યો છે. આવો તમને આ સમગ્ર ઘટના વિગતે જણાવીએ.
આ લાખો રૂપિયાનો ભુવા સહીતનો કિસ્સો ધાનેર માંથી સામે આવી રહ્યો છે. આ કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર ગામમાં ચર્ચા થવા લાગી હતી. આં મામલામાં ધાનેરા આને થથરાદના કુલ પાંચ ભુવાઓએ મળીને ગોલા ગામના બે ભાઈઓને વાતુંમાં ભોળવી દીધા અને તેમના પરિવારનું દુઃખ દૂર કરવા માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી અને ડીલ નક્કી કરી. તેમજ જે બાદ આ બે ભાઈઓએ રૂપિયા 35 લાખ આપ્યા હતા. જેનો એક વિડિઓ પણ હાલ વાયરલ થઇ રહ્યો છે. જોકે હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
જો તમને પુરી વાત જણાવીએ તો મળતી વિગતો અનુસાર ધાનેરા તાલુકાના ગોલા ગામાં ભૂવાઓએ નવરાત્રી વખતે પીડિત પરિવારને એવું કહ્યું હતું કે, તમારા ઘરમા માતા મૂકી છે. એટલે ચેહર માતાની બાધા રાખવી પડશે. જે બાદ ભૂવાની વાતોમાં આવી ગયેલા પરિવારે બાધા રાખી હતી. થોડા મહિના બધુ સારુ ચાલ્યું અને પછી ભૂવાોએ આવીને કહ્યું કે, અમે કહીશું એમ કરશો તો જ તમારુ દુઃખ દૂર થશે. આ દુઃખમાંથી બચવા માટે એક કરોડ રુપિયાનો ખર્ચ થશે. પછી ભૂવાઓની વાતોમાં આવી ગયેલા બંને ભાઈઓએ ક્યાંથી 35 લાખ રુપિયા ઉછીના લીધા હતા.
તેમજ આ સાથે જ 1.70 લાખની ચાંદીની પાટો પણ આપી હતી. આ રુપિયા અને ચાંદીની પાટો આપતો વિડીયો પણ બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બાદમાં પોતે છેતરાયા હોવાનું જણાતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. આમ જે પછી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. આમ આ સાથે તમને વિડિઓમાં પણ જોઈ શકો છો કે હાર પહેરીને જે ભૂવો બેસ્યો છે તે સતત ધૂણી રહ્યો છે. આગળ કંકુ-ચોખાનો થાળ અને રુપિયાના બંડલો પડેલા છે. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા પરિવારે પોલીસને અરજી આપી હતી. ત્યારે આ મામલે ધાનેરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપી ભૂવાઓ પાસેથી રુપિયા રિકવર કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Buvaji pic.twitter.com/gCiNSRBtEu
— Today GUJARAT (@TodayGUJARAT1) December 14, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો