આજે આ લોકોના કારણે ગોવિંદા ફિલ્મોમાં જોવા મળતા નથી ,વર્ષો પછી કર્યો એવો ખુલાસો કે….
ગોવિંદા બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં બહુ જ પ્રખ્યાત અને દિગ્ગજ અભિનેતાના રૂપમાં જોવા મળે છે. જે તેના ઉત્કૃષ્ટ અભિનય ના કારણે નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી દરેક ના દિલમાં સ્થાન મેળવી લીધું છે.ગોવિંદા પોતાની હસવાની સ્ટાઇલ ના કારણે બહુ જ ઓળખીતા બન્યા છે. ગોવિંદા ના દરેક ફિલ્મમાં તેમની હસ્યક્લા ના કારણે ફિલ્મો હિટ પણ થઈ છે.તેઓએ ફિલ્મી કરિયર માં અનેકો હિટ ફિલ્મો આપી છે.પોતાની એક્ટિંગ અને સારી કલાકારી ના લીધે તેઓએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.૯૦ નો દસકો ગોવિંદા માટે બહુ જ ખાસ રહ્યો હતો.આ સમયગાળા દરમિયાન ગોવિંદાએ અનેકો સુપર હિટ ફિલ્મો આપી હતી જે આજના સમયમાં પણ દરેક લોકો જોવાનું પસંદ કરે છે.
ફિલ્મોમાં સારો અભિનય કરીને તે સમયે તેઓ બહુ જ મોટા અભિનેતા તરીકે ઓળખીતા બન્યા હતા.તે સમયે ગોવિંદા દરેક ફેન્સ અને દર્શકોના પસંદિતા કલાકારો તરીકે જોવા મળતા હતા.જોવાની વાત તો એ છે કે બધું સરસ ચાલી રહ્યું હતું તો અભિનેતા ગોવિંદા ના જીવનમાં અચાનક એવું તો સુ બન્યું કે તેઓ સફળતા ની સીડી થી અચાનક નીચે આવવા લાગ્યા.ગોવિંદા નું ફિલ્મી કરિયર આમ નીચે ઉતારવા લાગ્યું.હાલના સમયમાં ગોવિંદા નું ફિલ્મી કરિયર લગભગ પૂરું થઈ ગયું.કેમકે ઘણા સમયથી તેઓ ફિલ્મી પડદા પર જોવા મળ્યા નથી.પોતાના ફિલ્મી કરિયર ને રીતે બરબાદ કરવામાં ગોવિંદાએ ઘણા ફિલ્મી સ્ટાર ને કારણ ગણાવ્યું છે.આ અંગે ગોવિંદા નું કહેવું છે કે તેમના કરિયર ને બરબાદ કરવા પાછળ થોડા લોકો જવાબદાર છે.
ગોવિંદાએ એક ઇન્ટરવયૂમાં જણાવ્યું હતું કે કઈ રીતે ઘણા લોકો એ તેને ફિલ્મી કરિયર માંથી ધીમે ધીમે બહાર નીકળી ગયા હતા.અને ધીમે ધીમે મને થીયેટરો માં જગ્યા મલતી બંધ થઇ ગઇ.તે સમયે મને કરોડો નું નુકશાન થયું હતું.ગયેલા ૧૪-૧૫ વર્ષો માં મે લગભગ ૧૬ કરોડ રૂપિયા નું રોકાણ કર્યું હતું.જે પૂરી રીતે ડૂબી ગયું હતું.આટલું જ નહીં પરંતુ ગોવિંદા એ પણ જણાવ્યું કે તે સમયે તેમની સાથે ઘણા લોકોએ ખરાબ વર્તન પણ કર્યું હતું. ગોવિંદ એ એકવાર ડેવિડ ધવન સાથે થયેલા ઝગડા અંગે જણાવ્યું હતુ કે ડેવિડે ફોન પર મારા વિશે કહ્યું હતું કે ચી ચી એટલે કે હું ગોવિંદા બહુ જ સવાલ પૂછ્યા કરે છે.તે હવે તેમની સાથે કામ કરવા નથી માગતા.તમે એને હવે થોડા નાના કિરદાર નિભાવવા મટે કહો. ડેવિડે આ વાત તેની સેક્રેટરી સાથે ફોન પર સ્પીકર માં કરી હતી.