ગુજરાત મા આજે મેઘરાજા એ ધમાકેદાર બેટીંગ કરી ! જાણો ક્યા ક્ષેત્રો કેટલો વરસાદ થયો…

હાલ તમે જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે જે પછી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખુબજ વરસાદ વરસી રહ્યો છે જે પછી લોકોને આવી કાળઝાળ ગરમી થી રાહત મળતી જોવા મળે છે તેમજ ખેતી કરતા ખેડૂતોના પણ ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે તેમજ ગઈકાલે સાંજે રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ૨ કલાક સતત ૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

અને આજે જુનાગઢ શહેરનાં તમામ તાલુકાના વાતાવરણમાં ગત રાત્રીથી આવેલા પલટા બાદ આજ સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને જીલ્લાના માણાવદરમાં અઢી ઇંચ તેમજ માંગરોળમાં બપોરના ૧૨ વગ્યા સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. તેમજ ખુબજ વરસાદ પડવાથી જીલ્લામાં અનેરી ઠંડક પ્રસરી હતી. અને ગરમી થી બફાયેલા લોકો ને રાહત મળી હતી. અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

જુનાગઢ શહેર અને જીલ્લાના અમુક તાલુકાઓમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાએ દસ્તક દઈ હેત વરસાવી રહ્યા છે. તેમજ અમુક તાલુકાના નીચાણવાળા ભાગમાં ખુબજ વરસાદ થવાને લીધે પાણી રસ્તા પર આવી ગયું હતું. અને દેતા નામના પંથકમાં પણ એક કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો જે પછી માંગરોળ શહેરમાં પણ સવારના ૬ વાગ્યાથી માંડી બપોરે સુધી સતત વરસાદ શરુ હતો. તેમજ વાતાવરણમાની અનેરી ઠંડકનો લોકો અહેસાસ કરી રહ્યા હતા.

આમ જુનાગઢ જીલ્લાના અન્ય સાત તાલુકામાં પણ આજે સાવરથી બપોર સુધી વરસાદ વરસી રહ્યો હતો. આ વરસાદની વાત કરીએ તો જુનાગઢમાં ૩ MM, કેશોદમાં ૫ MM, ભેંસાણામાં 3MM, મેદરડામાં 18 MM, માંગરોળમાં 32MM, માણાવદરમાં ૬૮ MM ,વંથલીમાં ૨૧ MM, વિસાવદરમાં ૨ MM, વરસાદ વરસ્યો હતો. વાત કરીએ બીજા જિલ્લાઓની તો ગીર સોમનાથ જીલ્લામાં પણ તમામ તાલુકામાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.