એક સમયમાં દિવસના ૫૦ રૂપિયા ક્માવનાર આજે છે ‘તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો નો પ્રસિદ્ધ ફેમ…જાણો છો કોણ છે એ

‘તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો જે ભારતની ખુબજ લોકોપ્રીય સીરીયલ છે આજના સમય માં કોઈ એવું નથી કે જે તારખ મહેતા શો કે તેના પાત્રો વિષે જાણતું નથી. તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં માં શો નાં દરેક પત્રો એક નવોજ રંગ જોવા મળતો હોઈ છે તે તેમની એક્ટિંગ અને કલાકારીથી લોકો નાં દિલ જીતી લેતા હોઈ છે અને લાખો લોકો આ બધાજ પાત્રોને ખુબજ પસંદ કરે છે આજે પણ અમે તમને આ શો નાં જાણીતા એવા અબ્દુલભાઈ વિષે જણાવશું.

અભિનય જગત એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં દરેક વ્યક્તિ પોતાનું નસીબ અજમાવતા માંગતું હોઈ છે પરંતુ સફળતા દરેકને મળતી હોતી નથી. અને તેટલી સરળતાથી નથી મળતી જેટલી આપણને લાગે છે ‘તારખ મહેતા કા ઉલ્ટા’ ચશ્માં નાં ફેમ અબ્દુલભાઈ એટલે કે શરદ સાંકલાને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષથી વધુનો સમય થઇ ચુક્યો છે આટલા વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોવા છતાં તેઓને ઓળખ મળી ન હતી અને તેને કામ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. એક સમયે તેમને એક દિવસ નાં ૫૦ રૂપિયા મળતા અને જ્યારે આજે પોતાની ઓળખ અબ્દુલ તરીકે બનાવ્યા પછી મુંબઈમાં બે રેસ્ટોરન્ટ છે.

શરદે એક ઈન્ટરવ્યું માં તેમના સંઘર્ષ વિષે જણાવ્યું હતુ કે તેમની પહેલી કમાણી ૫૦ રૂપિયા હતી ૩૫ થી વધુ ડઝનો ફિલ્મમાં કામ કર્યા પછી પણ તેમણે પોતાની ઓળખ બનાવવા માટે ખુબજ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે તેમણે ૧૯૯૦માં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ વંશ સાથે ડેબ્યું કર્યું હતું. તેમજ બાઝીગર, બાદશાહ, ખિલાડી જેવી મોટી મોટી ફિલ્મમાં પણ તેમણે કામ કરેલું છે. તેમ છતાં તે ૮ વર્ષ સુધી પોતાનું કામ માંગવા માટે ફરતા રહ્યા.

આ પછી તેમને તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં શો માં કામ મળ્યું અને પછી તેમણે ક્યારેય પાછુ ફરીને નથી જોયું. તેમજ આ કામ મળવા અંગે શરદ મહેતા જણાવે છે કે આ શો નાં પ્રોડ્યુસર આસિત મોદી અને હું એકજ બેચમાં હતા. આસિત મોદી તેમને વ્યક્તિગત રીતે અને વ્યવસાયિક રીતે જાણતા હતા. અને એક દિવસ આસિત મોદી એ શરદને તેના અબ્દુલના પાત્ર માટે ફાઈનલ કરી દીધો. અને ત્યારથી અબ્દુલનું પાત્ર ખુબજ પ્રખ્યાત થઈ ગયું. અને આ શો ને લીધે મારો નવો જન્મ થયો છે. તેમજ અબ્દુલ તરીકે ઓળખાતા શરદના મુંબઈમાં બે રેસ્ટોરન્ટ છે.

આમ તેમનું એક રેસ્ટોરન્ટ પાર્લે પોન્ટ મુંબઈનાં જુહુ વિસ્તારમાં અને બીજું રેસ્ટોરન્ટ ચરકી કબાબ જે અંધેરીમાં આવેલું છે શરદની પત્નીનું નામ પ્રમિલા સાંકલા છે જે એક ગૃહિણી છે અને તેમની એક દીકરી ૧૮ વર્ષની જે કોલેજ માં અભ્યાસ કરે છે અને દીકરો માનવ સ્કુલમાં ભણી રહ્યો છે. આમ શરદે અભ્યાસ છોડીને અભિનય જગતમાં પગ મુક્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *