ગુજરાત પર મીની વાવાઝોડા નુ સંકટ ?? વેધર વેબસાઇટ windy ની અનુસાર આ ક્ષેત્રો મા…

ગુજરાત મા હાલ સત્તાવાર રીતે ચોમાસાનુ આગમન થય ચુક્યુ છે પરંતુ હજીપણ ગુજરાત ના અનેક જીલ્લા ઓ કોરા છે ત્યારે ખેડૂતો ને જુલાઇ મહીના મા સારો વારસાદ થવાની આશા છે ત્યારે વેધર એનાલિસ્ટ વેબસાઇટ windy.com પર થી એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

હવામાન વિભાગે વેબસાઈટ પર રજૂ કરેલા આગાહી પ્રમાણે આજે થતા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ચોંકાવી દેનાર વાત સામે આવી છે કે, હવામાન વિભાગની આગાહી કરતા વિન્ડી ડોટ કોમ મુજબ ગ્રાફિકલ ઈમેજમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ પાસે બની રહેલું હવામાનું દબાણ ગુજરાત તરફ આવતા વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.

ખાસ વાત એ છે કે, મહારાષ્ટ્ર કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી નથી. ખાનગી વેબસાઈટ મુજબ હળવું વાવાઝોડું આકાર લીધા સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

વિન્ડી વેબસાઈટ.મુજબ 27મી તારીખે બપોર સુધીમાં હવાનું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ તા.28મી તારીખે બપોરે માંગરોળના દરિયાકાંઠે ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જો આ ખાનગી વેબસાઈટની આગાહી પ્રમાણે હવામાન રહ્યું તો સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમના દરિયામાં ભારે કરંટ જોવા મળશે.

ખાનગી વેબસાઈટની આગાહી પ્રમાણે જો વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તો તેની અસર માંગરોળ સહિત વેરાવળ, કોડિનાર, પોરબંદર, ગડુ, ટીમરી, કેશોદ સહિતના વિસ્તારમાં વર્તાઈ શકે છે.તારીખ 27 અને 28 દરમિયાન પણ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે પછી 29 તારીખે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની આગાહી છે. ભારે વરસાદ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *