જનમ જનમ નો સાથ ! 110 વર્ષના દાદાની અંતિમવિધી કરીને ઘરે આવ્યાને ,105 વર્ષના દાદીએ પણ દેહ છોડી…
મિત્રો દુનિયામાં મોત કોન્વે ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માત તો વળી ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું મૃત્યુ થતું હોઈ છે. તેમજ જ્યારે જ્યારે પણ કોઈ વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહી દેતો હોઈ છે ત્યારે તેના પરિવાર પર દુખના આભ ફાટી પડતા હોઈ છે. તેમજ સૌથી વધારે પીડા અને દુખ મૃતક વ્યક્તિના જીવનસાથી પર જોવા મળતું હોઈ છે. જીવનમાં તેને ખુબજ આઘાત લાગી જતો હીઓ છે. જોકે ઘણી વખત આ આઘાત મોતનું કારણ બની બેઠોઈ હોઈ છે તેવોજ કિસ્સો હાલ સામે આવી રહ્યો છે. આવો તમને જણાવીએ.
વાત કરવામાં આવે તો આ મોતની ઘટના અમીરગઢ માંથી સામે આવી રહ્યો છે જ્યાં એક 110 વર્ષના દાદાની અંતિમવિધી કરીને ઘરે આવ્યા અને 105 વર્ષના દાદીએ દેહ છોડ્યો હતો. બંને પતિ- પત્નિને એક જ દિવસે અગ્નિદાહ અપાયો હતો. અમીરગઢના ગાડલીયા પોખડાજી માલાજી (ઉ.વ.110) અને તેમના ધર્મપત્નિ ગાડલીયા કંકુબેન પોખડાજી( ઉ.વ.105) પરિવાર સાથે અમીરગઢ મામલતદાર કચેરી રોડ ખાતે આવેલા પોતાના માલિકી ના મકાનમાં રહેતા હતા.
અનેકુહાડી, દાંતરડા જેવી વસ્તુઓને આગમાં મુકી ધાર બનાવવાનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતાં હતા. તેમજ આ સાથે ચોકાવનારી વાત તો એ છે કે આટલી ઉમર હોવા છતાં પણ પોતાનું કામ જાતે કરતા હતા. અને તેમના શરીરમાં કોઇ બિમારી પણ ન હતી. પોખડાજીને સંતાનમાં કુલ છ દીકરા અને બે દીકરી છે. જેમાં સૌથી મોટા એક દીકરાનું અવસાન થયું છે જ્યારે અન્ય સંતાનો હયાત છે.
જોકે મંગળવાર પરિવાર માટે ખુબ જ દુ:ખદ પુરવાર થયો હતો. પોખડાજીનું નિધન થતાં પરિવારજનો સમશાનમાં અગ્નિદાહ આપી હજુ ઘરે આવ્યા હતા. ત્યાં ત્રણ કલાક બાદ તેમના પત્નિ કંકુબેને પણ પતિની સાથે અનંતની વાટ પકડી લીધી હતી. અને પતિની સળગતી ચિતા ઉપર જ તેમને અગ્નિદાહ અપાયો હતો.આમ તે બંનેના એકજ જગ્યા પર અંતિમસંસ્કાર કરાયા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો