જામનગરના મઠફળીમાં એક જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થતા ઘરની અંદર રહેલી મહિલાનું ઘટના સ્થળેજ કરુણ મોત…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આ ઘટનામાં એક મકાનનો સ્લેબ ધરાશાયી થતા મહિલાનું મોત થયું. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના જામનગરના સેન્ટ્રલ બેંક નજીક મઠફળીમાંથી સામી આવી રહી છે. જ્યાં એક જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થતા ઘરની અંદર રહેતા મહિલાનું દટાઈ જવાથી મોત નિપજ્યું હતું. પતિ કામ પર ગયા હોવાના કારણે તેમનો બચાવ થયો હતો. સ્લેબ ધરાશાયી થવાના કારણે મહિલા કાટમાળ નીચે દટાઈ જતા મહામહેનતે બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ તેમના પતિની રડી રડીને હાલ બેહાલ થઈ છે.

તેવામાં હાલ ચોમાસુ ચાલી રહ્યુ છે અને અકસ્માત સર્જાયો ત્યારે સુમિતાબેન પાલા ઘરની અંદર હાજર હતા. ચોમાસા દરમિયાન ગઈકાલે શહેરમાં વરસાદ પડ્યો હોય મકાન જર્જરિત હોવાના કારણે આજે સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબનો કાટમાળ પડતા સુમિતાબેન તેની નીચે દટાઈ જતા મોત નિપજ્યું છે. જ્યારે તેમના પતિ પ્રતાપભાઈ કામ પર ગયા હોવાના કારણે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. મૃતક મહિલાને સંતાનમાં બે પુત્રીઓ હોવાનું અને બંને સાસરે હોવાનું જાણવા મળ્યું છે.

તેમજ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ કહ્યું હતું કે, “બપોરના સમયે તેઓ ઘર પર હાજર હતા ત્યારે જ જોરદાર અવાજ આવ્યો હતો અને મહિલાની ચીસ સંભળાઈ હતી.” આ ઘટનાની જાણ થતાજ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા વિભાગ અને સ્થાનિક કોર્પોરેટરો દોડી આવ્યા હતા. કેતનભાઈ જોષીકે જે બાજુના પાડોશી છે જેને જણાવ્યું કે હું બપોરે ઘરે જમવા આવ્યો ત્યારે અચાનક અવાજ આવતા હું તરત ઘરની બહાર નીકળ્યો હતો અને જોયું કે, શું થયું છે તે સાથે જ મોટો ધડાકો સંભળાયો અને મકાન પત્તાની જેમ નીચે બેસી પડ્યું હતું. હું તથા આજુબાજુના લોકો બહાર આવી ગયા હતા તેઓ તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતા. પરંતુ છત પડવાના કારણે દરવાજો દબાઈ ગયો હતો અને અંદર જઈ શકાય તેમ ન હતું.

તમેજ લોકો ધ્વરા બેનના શરીરને કાઢવા માટે આજુબાજુ જોખમ હતું એટલે માણસોનું પણ ધ્યાન રાખવું પડે તેમ હતું. અમે જ્યારે કાટમાળ દૂર કરવા હથોડા મારતા હતા ત્યારે આજુબાજુની દીવાલો પણ ધ્રુજતી હતી જે અત્યંત જોખમી હતું. માણસોએ મહામહેનતે ધીમે ધીમે પોતાની આવડત પ્રમાણે કાટમાળને દૂર કરીને મહિલાને બહાર કાઢી હતી અને પછી તેને એક ચાદરમાં મૂકીને તાત્કાલિક ગલીમાંથી ઉપાડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.