અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગતા યુવાન દંપતીનું કરુણ મોત ! બંનેની લાશ એવી હાલતમાં મળી કે…
મિત્રો આ દુનિયામાં મોટ કોને ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માત ઘણી વખત કોઈ હત્યા કે ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોતની ધ્રુજાવી દેતી ઘટના સામે આવી રહી છે. એક યુવાન દંપતીનું કમકમાટી ભર્યું મોત થયું છે. આ ઘટનામાં મોતની પાછળનું કારણ આગ છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
જો વાત કરવામાં આવે તો આ ધ્રુજાવી દેતી ઘટના અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલ મોદી આઈ કેરની હોસ્પિટલ માંથી સામી આવી રહી છે. જ્યાં અચાનકજ આગ લાગતા ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારા પતિ પત્નીના મોત થયા છે. મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરિયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારઘી (ઉ.વ.25) અને તેમના પત્ની હર્ષાબેન પારઘી (ઉં.વ.24)નું ગૂંગળામણથી કમકમાટી ભર્યું મોટ નીપજ્યું છે.
જ્યારે ભીષણ આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં રહેલ આ યુવાન દંપતી હોસ્પિટલની સીડીમાં પડયા હતા. આમ જો વાત કરવામાં આવે તો હાલ FSL અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર છે અને તપાસ ચાલી રહી છે. ટોરેન્ટ પાવરની ટીમ પણ તપાસ કરી રહી છે. જ્યારે આગ લાગી ત્યારે બંનેએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા મૃતક નરેશભાઈના પપ્પાએ જાણકારી આપી હતી. આમ જ્યારે આ આગ લાગી હતી ત્યારે ઘટનાને પગલે બે એમ્બ્યુલન્સ, ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતો. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ અને તેની પત્ની એમ બે લોકોનાં મોત થયાં છે.
આમ આ સાથે આ હોસ્પિટાલના માલિક ડો. ધવલ મોદીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં મોદી રાત્રે અથવા તો વહેલી સવારે આગ લાગવાની આ ઘટના બની હતી. આ હોસ્પિટલમાં માત્ર દિવસ દરમિયાન જ હોસ્પિટલ કાર્યરત રહે છે. રાત્રે કોઈપણ દર્દીને દાખલ કરવામાં આવતા નથી. માત્ર સિક્યોરિટી ગાર્ડ તરીકે નરેશભાઈ અને તેમનાં પત્ની જ અહીં રહેતાં હતાં. સવારના સમયે જ્યારે સિક્યોરિટી ગાર્ડ તરીકે રહેતા નરેશભાઈને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન ઉપાડ્યો નહોતો, જેથી હોસ્પિટલનો સ્ટાફની વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં આવી ત્યારે તેમને કંઈક ગંભીર ઘટના બન્યું હોવાનું જાણ થઈ હતી. તેમજ આ આગ કઈ રીતે લાગી હોઈ કેટલા વાગે લાગી હોઈ એની અમને જાણ નથી.
આમ તમને જણાવીએ તો જ્યારે આ ઘટના બાની હતી તે પછી ત્યાં આગ લાગી હોવાની જાણ ફાયરબ્રિગેડને સવારે 9:30 વાગ્યાની આસપાસ થઈ હતી. જેથી તેના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, જ્યારે અમે અહીં આવ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં, પરંતુ ધુમાડા જોવા મળ્યા હતા. પહેલા જઈને જોતાં એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યાં હતાં.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ