સુરતમાં બે વર્ષની માસુમ પર કારનું ટાયર ફરી વળતા દીકરીનું કરુણ મોત ! કમજોર હદય ધરાવતા આ વિડીયો ન જુએ…
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. જેમાં એક માસુમ બાળકીનું એવી રીતે મોત નીપજ્યું કે CCTV ફૂટેજ જોઈ તમે પણ કંપી ઉઠશો. આવો તમને આ ઘટના અંગે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ અકસ્માતનો કિસ્સો સુરત શહેર માંથી સામે આવી રહ્યો છે. જ્યાં ગોડાદરા વિસ્તારમાં વશરામભાઈ ગોબરભાઈ જીંજાળા પોતાના પરિવાર સાથે સાસરીમાં સામાજિક પ્રસંગે આવેલા હતા. આમ તે દરમિયાન ગુરુવારે એટલે કે ગઈકાલે સાંજે તેમની ૨ વર્ષીય માસુમ દીકરી પ્રીંજલ ઘરના કમ્પાઉન્ડમાં રમી હતી. ત્યારે તેમના મામાના દીકરાએ કાર બહાર કાઢતી વખતે માસુમ દીકરીને અડફેટે લીધી હતી. આ ઘટનામાં કારનું ટાયર માસુમ દીકરીની ઉપર ફરી વળતા તેણે ખુબજ ગંભીર ઈજા પહોચી હતી.
જે બાદ તરતજ આ ઘટના બનતાની સાથે આસપાસના લોકો અને પરિવારજનોએ દોડ મૂકી હતી અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. આમ ત્યાં ફરજ પર તબીબોએ બાળકીની તપાસ કરતા તેણે મૃત જાહેર કરી હતી જેની જાણ પરિવારને થતા તેમના પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. તો વળી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી.
આમ જેમાં જોવા મળી રહ્યું છે કે વશરામભાઈનો મામાનો દીકરો એટલે કે બાળકીના કાકા દિનેશભાઈ આહીર કારને લઈને નીકળ્યો હતો અને પ્રીંજલ જ્યારે એકાએક કારની સામે આવી ગઈ હતી અને તે બાદ તે કારની અડફેટે આવતા મોતને ભેટી પડી હતી. ત્યારે આ બનાવને પાગલે પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્વાહી હાથ ધરી હતી.
#સુરત
નિશબ્દ 😭 pic.twitter.com/oWoFxzcZBN— Vina Rajput (@Veena_Rajput_) February 24, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો