ગુજરાત ની દુખદ ઘટના ! દાદા ના હાથ માથી 7 વર્ષ ની દીકરી ને દીપડો ખેચી ગયો..દીકરી નુ મોત થતા પરિવાર
મિત્રો આ દુનિયામાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી ઘણી વાર કોઈ હત્યામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મૃત્યુનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં કોઈ અકસ્માત કે હત્યા નહિ બલ્કે નાની બાળકીનો શિકાર થયો છે. મૃત્યુની આ ધ્રુજાવી દેતી ઘટના સાંભળી તમને પણ ચોંકાવી દેશે. આવો તમને આ વિગતે જણાવીએ.
વાત કરીએ તો મોતની આ ધ્રુજાવી દેતી ઘટના જૂનાગઢ જિલ્લાના સોનારડી ગામ માંથી સામે આવી રહી છે જ્યાં દાદા સાથે જઈ રહેલી એક માસુમ બાળકીને મોત ખેંચી ગયું. થયું એવું કે સોનરાળી ગામે સવારે 10 વાગ્યાના સમયે નદીએ કપડાં ધોવા જઈ રહેલી 7 વર્ષની બાળકીનો દીપડાએ શિકાર કર્યો હતો. ત્રણ દીકરીઓ દાદા-દાદી સાથે નદીએ કપડાં ધોવા ગઈ હતી, ત્યારે દાદાનો હાથ પકડીને ચાલી રહેલી 7 વર્ષની મન્નતને કાંટાની જાળીમાંથી તરાપ મારી ડોકી પકડી દીપડો ઉઠાવી ગયો હતો.
ધોરણ બે માં અભ્યાસ કરતી 7 વર્ષની બાળકી પર હુમલો કરી નદીના પટમાં દીપડો તાણી ગયો હતો. જોકે ત્યાર બાદ દાદાએ તરત જ આ ઘટનાની જાણ બધા લોકોને કરી હતી. મન્નત રાઠોડ નામની સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે જેની જાણ ગામના લોકોને થતા સમગ્ર ગામના લોકો નાની બાળકીની શોધમાં નીકળી પડયા જે બાદ માસુમ બાળકી નદીના પટ પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.
આમ તાત્કાલિક ગામના લોકો એ તે બાળકીને જૂનાગઢ હોસ્પિટાલનમાં સારવાર અર્થે ખસેડી હતી. જોકે ત્યાં ફરજ પર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.હાલ છેલ્લા ઘણા સમય થી જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં માનવ ભક્ષી દીપડાઓનું પ્રમાણ ખુબજ વધી ગયું છે. ત્યારે વધુ એક માનવ ભક્ષી દીપડાએ બાળકીનો શિકાર કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો