ગુજરાત ની કરુણ ઘટના ! આ કાકા નુ દાંડીયા રમતા રમતા જ મોત થયુ. જુઓ વિડીઓ

હાલમાં આધુનિક સમયમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જે આપણને આશ્ચર્ય માં મુકી દેતા હોય છે અને ઘણા કિસ્સા તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે.હાલમાં એક વ્યક્તિએ ગરબા રમતા રમતા અચાનક જીવ ગુમાવ્યાનો કીસ્સો સામે આવી છે.જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાનગર માં શુભ પ્રસંગમાં અચાનક શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જયાં શુભ પ્રસંગે રસ ગરબા રમી રહેલા વણઝારા સમાજના અગ્રણી નું હાર્ટએટેક આવતા મૃત્યું થયું છે.

આમ અચાનક ઘટના બનતા પરિવારના અને સમાજના લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.ગઈકાલે બારીયાનગરમાં વણઝાર સમાજમાં શુભ પ્રસંગે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સમાજના દરેક લોકો હાજર હતા અને રસ ગરબા રમી રહેલા હતા.જેમાં વણઝારા સમાજના અગ્રણી રમેશભાઈ જીતાભાઈ વણઝારા પણ એક અન્ય વ્યક્તિ સાથે મળીને રાસ રમી રહ્ય હતા.અને પ્રસંગમાં રોનક જમાવી રહ્યા હતા ત્યારે રમેશભાઈ અચાનક રાસ રમતા રમતા થકી ગયા.

અને થાકના કારણે બહાર જવા નીકળવા લાગ્યા ત્યાં જ અચાનક એવું થયું કે ત્યાં નો માહોલ શોકમાં પલટાઇ ગયો.જેવા રમેશભાઈ બહાર જવા નીકળ્યા કે તેઓ અચાનક બેભાન થઇ ગયા જમીન પર ઢળી પડ્યા.આમ ઘટનાં બનતા ત્યાંના હાજર લોકો રમેશભાઈને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.અને હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું આથી પરિવારમાં અને સમાજના લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *