વધારે વજન થી પરેશાન છો ? તો ડુંગળી નો આવી રીતે ઉપયોગ કરો અને પછી જુઓ ચમત્કાર

ભારતીય લોકોના ખોરાકમાં ડુંગળી અવશ્ય જોવા મળતી હોય છે ડુંગળીને તો ગરીબોનો સાથી ગણવામાં આવે છે. ડુંગળીનું સેવન દરેક ભોજનનો સ્વાદ વધારે છે અને સાથે જો ડુંગળીને એકલી સલાડ તરીકે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી સાબિત થાય છે. આમ તો આપને ડુંગળીના અનેક ગુણો થી પરિચિત છીએ. ડુંગળી ખાવાથી અનેક સ્વસ્થ સબંધી સમસ્યામાં રાહત અનુભવાશે. પરંતુ આજે આપણે ડુંગળીના એવા એક ફાયદા વિશે જાણકારી મેળવશું કે જે કદાચ જ કોઈને ખ્યાલ હસે.

લોકોના મોટાં શરીર ના કારણે તેઓ ઘણી જગ્યાએ હસીનું પાત્ર બનતા હોય છે અને તેઓ પોતાનો આ મોટાપો દુર કરવા માટે અનેક પ્રકાર ની દવા લેતા હોય છે અને અનેક જાતજાતના નુસખા પણ કરતા હોય છે અને કસરત પણ કરતા હોય છે. દરેક લોકોને સ્લિમ બોડી ની ઈચ્છા હોય છે કે તેઓ પણ આ વજન ઓછો કરી સારા ફીટ અને ફાઈન લાગે. આ માટે તેઓ અનેક પ્રયત્નો કરતાં હોય છે પરંતુ તેમને તેમાં સફળતા મળતી નથી તો આજે અમે સાવ સરળ અને દરેક ના ઘરે જોવા મળતી ડુંગળીના કારણે તમારું વજન કઈ રીતે ઓછું કરી શકાય તે અંગે માહિતી આપશું.

વાસ્તવમાં લાલ ડુંગળીમાં ક્વેર્સેટિન નામનો ફ્લેવોનોઈડ જોવા મળે છે જે ચયાપચયને વેગ આપે છે અને ચરબીને જામવા દેતું નથી. આ સાથે જ આ ફ્લેવોનોઈડ મેટાબોલિક રેટને વધારે છે અને ઉચ્ચ ફાઈબરથી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.ડુંગળી માં પ્રોબાયોટિક ગુણ જોવા મળે છે.જે કેલેરીને ઓછી કરવામાં મદદ કરે છે.આના સિવાય પણ શરીરના એન્ટી એબેસિટી પ્રભાવને દૂર કરી અનેક ફાયદા થાય છે. ડુંગળીની અંદર અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે.જેમાં વિટામીન એ, સી,અને ઇ જોવા મળે છે. સાથે જ તેમાં એન્ટી ઑક્સિદેંત, કાર્બોહાઈડ્રેટ, કોલેસ્ટ્રોલ, ફોર્સ્ફરસ, આયરન અને ઝીંક જોવા મળે છે.

આમ તો ડુંગળી કાચી ખાવામાં આવે તો મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે.પરંતુ તમે તમારું વજન ઘટાડવા માંગતા હોય તો કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દયો.કાચી ડુંગળી ને કાપી તેના પર મીઠું નાખી ઉપયોગ કરી શકો છો.જમવાનો સ્વાદ વધારવા અને શરીર ઓછું કરવા માટે તમે શરૂઆતમાં સલાડ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો.આની સાથે તમે શાક બનાવવા માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ડૂંગળી તમારા સ્વાસ્થ્ય માટે તો સારી જ છે પરંતુ તે તમારો વજન ઓછો કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો: સૌથી પહેલા બે સરખા માપની ડુંગળી લો. તે ૨ ડુંગળીના ઉપરથી પડ કાઢી ને એક બાઉલમાં ઉકળવા માટે મૂકો. આ ડુંગળીને ઠંડી થવા માટે હવે તેને એક થાળીમાં મૂકો.હવે આ ડુંગળીને મિક્ષ્ચરમાં ક્રશ કરી લો.હવે આ તૈયાર થયેલ મિશ્રણને એક ગ્લાસમાં કાઢીને મૂકો.આ ડુંગળીનો રસ તૈયાર છે.આ રસને આમ સાદું પણ પીય સકો છો અને જો તેમાં સ્વાદ વધારવા માંગતા હોય તો તેમાં લીંબુ અને મીઠું નાખીને પણ પીય સકો છો.હા પરંતુ આ વાતનું ધ્યાન રાખવું કે કોઈ દિવસ ખાલી પેટ આ રસનું સેવન કરવું નહિ.જોં ખાલી પેટ સેવન કરવામાં આવે તો પાચન સબંધી સમસ્યા થઈ શકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.