લેણદારથી પરેશાન થઈ પરિવારે ઝેર પી આત્મહત્યા કરી લીધી અને સુસાઈડ નોટમાં લખ્યા ચાર લોકો ના નામ અને ગંભીર આરોપ લગાવ્યા હતા કે…..
હાલમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે લોકો જીવનને રમત સમજી તેને ખતમ કરતા સહેજ પણ વિચાર કરતા નથી. જીવનનું મૂલ્ય સમજ્યા વિના જ નાની નાની સમસ્યાઓ થી કંટાળી આવું ગંભીર પગલું ભરતાં હોય છે. લોકો દુઃખ આવતા જ તે દુઃખની સામે ઊભા રહીને લડવાના બદલે આવું પગલું ભરી આત્મહત્યા કરી લેતા હોય છે . તમામ લોકોના જીવનમાં કંઈક ને કંઈક દુઃખ હોય છે .લોકો આ અંગે લાંબો વિચાર કર્યો વગર જ આવું ગંભીર પગલું ભરી લેતા હોય છે.
હાલમાં જ એક ઉત્તરપ્રદેશ નો કિસ્સો સામે આવ્યો છે જેમાં જુનિયર એન્જિનિયર એ તેના પરિવારની સાથે લેણદારથી કંટાળીને ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી.ઉત્તરપ્રદેશ ની રાજધાની લખનઉ માં બુધવારે એક પરિવારે સાથે આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.જેમાં પરિવારના ત્રણ સભ્યો એ દેવું હોવાથી તેના બોજ નીચે દબાઇ રાત્રે ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી.પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં ૬૦ લાખ રૂપિયાની લોન અપાવવા બદલ કોઈ વ્યક્તિને પૈસા દેવાની વાત કરી છે.
જાણવામાં આવી રહ્યું છે કે જાનકીપુરમ ના સુલતાનપુર ગામના નિવાસી સિંચાઇ વિભાગ ના નલપૂક વિંગ ના જુનિયર એન્જિનિયર શૈલેન્દ્ર કુમાર પોતાના પરિવાર સહિત આત્મહત્યા કરતા પહેલા કૃષિ વિભાગમાં કામ કરતા તેના મિત્ર જગન્નાથ શર્માને ફોન કર્યો હતો. હેલો ભાઈ હું શૈલેન્દ્ર બોલી રહ્યો છું.ભાઈ આજે અમારો છેલ્લો દિવસ છે અમે મારવા જઈ રહ્યા છીએ.જ્યાં સુધી જગન્નાથ શર્મા કઈ સમજી શકે તે પહેલાં જ ફોન કાપી નાખ્યો.
ત્યાર પછી સૈલેન્દ્ર કુમારે પત્ની ગીતા અને પુત્રી પ્રાચી સાથે મળીને જંતુનાશક દવા ભેલવેલી પેસ્ટ્રી ખાધી હતી. જગન્નાથ એ શૈલેન્દ્ર ના થોડા સબંધીઓ ને ફોન કરી તેના ઘરે આવવા જણાયું હતું. સૂચના મળતાં જ રાજેશ નામનો વ્યક્તિ પહેલા તે ઘટના સ્થળે દોડી ગયો હતો.પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હતું. જગન્નાથ એ જ પોલીસને જાણ કરી ત્યાં બોલાવી હતી.પોલીસે આ ત્રણેય ને ટ્રોમા સેન્ટરમાં ભર્તી કરવ્યા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. શૈલેન્દ્ર એ ચાર વ્યક્તિઓ પર પૈસાની ઉઘરાણી કરવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો હતો.
વાસ્તવમાં લખનઉ ના જાનકી પૂરના સુલતાનપુર ગામના નિવાસી શૈલેન્દ્ર કુમાર કે જેઓ સિંચાઇ વિભાગ ના નલપુક વીંગ ના જુનિયર એન્જિનિયર હતા.જેમની ઉંમર ૪૫ વર્ષની હતી જ્યારે પરિવારમાં એક પત્ની ગીતા છે જેની ઉંમર ૪૨ વર્ષ છે અને તેમની પુત્રી પ્રાચી કે જેની ઉંમર ૧૭ વર્ષની છે. આ ત્રણેય લોકોએ લેણદાર થી હેરાન થઈ ને ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી જેમાં સાત લાખ રૂપિયા અંગે માહિતી આપી છે.
સાથે જ આ નોટમાં ચાર વ્યક્તિનાં નામ લખવામાં આવ્યા છે અને તેઓ ઘરમાં આવી પૈસા અંગે ધમકાવતા અને હેરાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોર્થ ઝોનના એડિશનલ ડીસીપી કાસિમ અબ્દીના જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલા પરિવારે ૬૦ લાખ રૂપિયાની લોન લેવા માટે કોઈ વ્યક્તિને પૈસા આપ્યા હતા જે પાછા આપતો નહોતો. ત્યાં પછી અનેક લેણદારોએ પૈસા માંગવા માટે આવવા લાગ્યા જેથી પરિવાર સાથે તેમને માથાકૂટ થઇ ગઈ હતી પરંતુ હાલમાં તો પોલીસ આ અંગે વધુ પૂછતાછ હાથ ધરી છે અને સાચી માહિતી શોધી રહી છે.