ખરી ઈમાનદારી આ સુરતી યુવાન ની ! લાખો રૂપિયાના ચેન સહીત ના ઘરેણા મળતા યુવાને જે કર્યુ તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ…જાણો વિગતે
મિત્રો તમને વાત કરીએ તો આજના સમયમાં વફાદારી, સાચાપણું વગેરે ગુનો આજે અમુક વ્યક્તિઓ માજ જોવા મળે છે ભાગ દોડ વળી આજના જીવનમાં આ દુનિયામાં ખોટા કામ કરવા વાળાએ, ખોટા વિચારો રાખવા વાળા ઘણા લોકો તમને જોવા મળતા હોઈ છે. આ બધાની વચ્ચે સાચો અને સારો માણસ મળવો બહુ મુશ્કેલ છે. તો વળી આજના સમયમાં પણ ઈમાનદારી અને પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જેમાં એક સલૂનના કર્મચારીની ઈમાનદારી જોવા મળી રહી છે. આવો તમને આ કિસ્સો વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ મામલો સુરત માંથી સામે આવી રહ્યો છે જ્યા બન્યું એવું કે ડુમસના સુલતાબાદ સ્થિત રહેતા ધવલ મહેશભાઈ લાલા કામ અર્થે સિટીલાઈટ રોડ ખાતે ગયા હતા. આ દરમિયાન રસ્તામાં હીરાજડિત મંગળસૂત્ર અને બે ચેઈન મળી અંદાજે 2.25 લાખની મત્તાનું પાકીટ પેન્ટના ખિસ્સામાંથી પડી ગયું હતું. પાકીટ પડી જતાં ધવલભાઈએ ખૂબ શોધખોળ કરી હતી, પરંતુ પાકીટ મળ્યું નહોતું. એને લઈને તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. પાકીટ ન મળતાં તેઓ ઉમરા પોલીસ મથકે દોડી ગયા હતા અને સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી. બીજી તરફ પોલીસ પણ આ મામલે તપાસમાં જોડાઈ હતી.
જોકે ધવલભાઈ ના નસીબ સારા હતા પછી એવું થયું કે બીજી તરફ, સિટીલાઇટ રોડ સ્થિત ચાલી રહેલા હેર સલૂનના સામાન્ય પગાર પર નોકરી કરતા એક કર્મચારી કે જેનું નામ ભાર્ગવ અને તે કોઈ કામ માટે બહાર જતો હતો. અને તેજ સમયે તેની નજર સોનાના દાગીના ભરેલા પાકીટ પર પડી ગઈ. અને જ્યારે તેઓએ આ પાકીટ ખોલ્યું તો તેમાંથી લાખોની કિંમતના સોનાના દાગીના જોવા મળ્યા હતા. આમ જે બાદ ભાર્ગવ તેની ઈમાનદારી રાખીને તે દાગીના તેના મૂળ માલિકને પાર્ટ કરવાનું નક્કી કરી લે છે. અને જે બાદ તાત્કાલિક તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને જે બાદ પોલીસને પોતાને મળેલ આ સોનાના દાગીના ભરેલ પાકીટના સામાનની જાણ કરી હતી.
આમ જયારે ભાર્ગવ આ બધીજ વસ્તુ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો તો પોલીસ પણ આશ્ચર્યમાં મુકાય ગઈ હતી જોકે પોલીસને આ પાકીટ અને મંગળસૂત્ર ખોવાય ગયેલ છે તેની અરજીને આધારે ખબર પડી જાય છે આમ જે બાદ પોલિસને જાણ થતા તેના મૂળ માલિકને તરતજ બોલાવીને જેને આ સામાન મળ્યો હતો તેના હાથે આ પાર્ટ કર્યો. આમ વાત કરવામાં આવે તો દાગીનાવાળું પાકીટ પરત કરનાર ભાર્ગવભાઈએ જણાવ્યું હતું કે હું બેંકમાં પૈસા ભરવા જતો હતો, એ સમયે મને મંગળસૂત્ર અને પેન્ડલ સેટ સહિત બે ચેઇન મળ્યાં હતાં. અમને પહેલેથી શિખવાડવામાં આવ્યું છે કે પારકી મૂડી ધૂળ બરોબર છે. કોઈની પણ વસ્તુ આવી રીતે લેવી એ ઈમાનદારી નથી. જ્યારથી મને આ મળ્યું ત્યારથી જ મેં એને પરત આપવાનો નિર્ણય કર્યો હતો અને મેં પોલીસ મથકે આવી મૂળ માલિકને પરત કર્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો