સાચો પ્રેમ! પ્રેમિકાનું મૃત્યુ થયું તો યુવકે મૃતદેહ સાથે જ લગ્ન કરી લીધા,પુરી વાત જાણી તમે પણ રડી પડશો..જુઓ વિડીયો
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે તબીબી સારવારમાં કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવીજ મૃત્યુની ઘટના સામે આવી રહી છે. જેમાં એક પ્રેમીની પ્રેમિકા મૃત્યુ પામી છે આને પ્રેમીએ તેની લાશ સાથેજ કરી લીધા લગ્ન જે જોઈ તમે પણ ચોકી જશો.
તમને ખબરજ હશે કે આ દુનિયામાં દરેક પ્રેમી યુગલ એક સાથે જીવવા મરવાની કસમોં ખાતા હોય છે પરંતુ જયારે સમય આવે છે ત્યારે તે સાથ પણ નથી આપતા અને ભાગી જાય છે. આવી ઘણી ઘટનાઓ તમે જોઈ હશે. અને આજના સમયમાં તો આવી ઘટનાઓ બનવી ખુબ જ સામાન્ય પણ બની ગઈ છે, ત્યારે આજના સમયમાં સાચો પ્રેમ શોધવો એ દરમિયામાંથી સોયા શોધવા બરાબર છે. આ ઘટના આસામમાંથી સામે આવી રહી છે જ્યાં સાચા પ્રેમનું એક સચોટ ઉદાહરણ જોચ્વા મળી રહ્યું છે.
જ્યાં વાત કરીએ તો એક પ્રેમીએ તેની પ્રેમિકાના નિધન બાદ તેના અંતિમ સંસ્કારમાં લગ્ન કર્યા અને આજીવન લગ્ન નહિ કરવાનો સંકલ્પ પણ લીધો હતો. પોતાની પ્રેમિકાના દુઃખમાં ડૂબી ગયેલા આ પ્રેમીનો વીડિયો ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો છે. મળતી વિગત પ્રમાણે અસમના મોરીગાંવ એક 27 વર્ષીય યુવક બિટુપન કોસુઆ ગામની 24 વર્ષીય પ્રાર્થના બોરા સાથે પ્રેમ કરતો હતો. પ્રાર્થના થોડા સમય પેહલા જ બીમાર થઇ હતી અને તેને ગુવાહાટીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
આમ જ્યાં સારવાર દરમિયાન જ ગત શુક્રવારના રોજ તેનું નિધન થઇ ગયું હતું. આ ખબરથી બીટુપન ખુબ જ દુઃખી થઇ ગયો હતો. આમ બિટુપનને જયારે ખબર મળી કે પ્રાર્થનાના નિધન બાદ તેના પરિવારજનો તેના પાર્થિવ દેહને ઘરે લઈને આવ્યા છે તો તે પણ ત્યાં પહોંચી ગયો અને પ્રાર્થનાની દુલ્હન બનવાની ઈચ્છા તેને પૂર્ણ કરી અને તેના અંતિમ સંસ્કાર દરમિયાન તેની સાથે લગ્ન પણ કર્યા. આ દરમિયાન તે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. યુવકે પરિવારના સદસ્યોની હાજરીમાં જ આ લગ્નની વિધિ પૂર્ણ કરી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો