અજમાવી જુવો આ ઉપાય જેનાથી લાંબા સમયથી થતો પગનો દુખાવો, કમરનો દુખાવો અને ગોઠણ ના દુખાવા ને દૂર કરશે અને સાથે……

હાલમાં આધુનિક સમયમાં લોકોને શરીરમાં કોઈ ના કોઇ કારણે તબિયત બગડતી હોય છે અથવા તો લોકો માં બીમારીનું પ્રમાણ વધી રહ્યું હતું જેથી લોકોને હાથ, પગ , સાંધા અને કમર ના દુખાવો થઈ જતાં હોય છે. ઘણા લોકોની ઉંમર થતાં આ થાય તે સ્વાભાવિક રીતે પરંતુ એવા પણ કેટલાક લોકો હોય છે કે જે નાની ઉંમરમાં જ આવી સમસ્યા થી પીડાતા હોય છે.જેથી તેમની જીવનશૈલી જ બદલાઈ જાય છે. આથી લોકો શરીર માં થતી આવી બીમારી ને દૂર કરવા માટે અનેકો ઉપાય અજમાવી થાકી જતા હોય છે પરંતુ તેનો કોઈ ઈલાજ સામે આવતો નથી.

 

ઘણા લોકો ને શરીર ના દુખાવા જેવા કે સાંધાના દુઃખાવા, કમરનો દુખાવો ,મોટી ઉંમરે પગનો દુખાવો પણ થતાં હોય છે. જેનાથી લોકોને ચાલવામાં અને કામ કરવામાં બહુ મુશ્કેલી પડી જતી હોય છે.આથી લોકો આ મુશ્કેલીને જડમુળ માંથી અલગ કરવા માટે અનેક પ્રકાર ની દવા લેતા હોય છે તો સાથે અનેક ઉપાયો પણ અજમાવતા હોય છે. પરંતુ આવા દુખાવા દૂર કરવાનો રામબાણ ઇલાજ મળતો જ નથી. આથી આજે અમે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જેનાથી તમારા શરીરના અનેક રોગો દૂર થશે અને સાથે જ દુખાવો પણ દૂર કરવામાં મદદ કરશે.

આ ઉપાય ઘરગથ્થું છે આથી તેનો આપડે ઉપયોગ કરી સમયે છીએ.આ ઉપાય કરવા માટે સામાન્ય રીતે ગળા ની જરૂર હોય છે. આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક લિટર પાણી લેવાનું છે.સાથે જ ગળો લેવાનો છે. આ ગળાના નાના નાના ટુકડાઓ કરી તેને પાણીમાં નાખી તે પાણી ઉકળવાનું છે.ત્યાર પછી આ ઉકાળેલું પાણી નીચે લઈ લેવું ત્યાર પાછી આ પાણી થોડું ઠંડું પડે એટલે તેને ૪ ચમચી જેટલું લઇ આ પાણીને પીય જવું .

આ ઉપાય તમારે ૨ મહિના સુધી કરવાનો છે આ ઉપાય તમારે ૧ દિવસ નહિ ને ૧ દિવસ એમ કરવાનો રહેશે. આ ઉપાય ને સતત બે મહિના સુધી કરવામાં આવે તો શરીરમાં થતા તમામ પ્રકાર ના દુખાવા માં રાહત અનુભવાશે અને સમય જતાં દૂર થઈ જશે. આ ઉપાય કરવા માટે તમારે ગળા ને રાત્રે જ પાણીમાં બોળીને રાખવાનો છે.અને સવારે તે જ પાણીને ગરમ કરવાનું છે. આ પાણી બરાબર ઉકળે એટલે તેમાંથી ૪ ચમચી આ પાણીને પીય જવાનું છે. આમ કરવાથી શરીરમાંથી તમામ પ્રકાર ના દુખાવો દૂર થઈ જશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *