બે જિરાફ ગરદન વાળીને એકબીજા સાથે એવા અથડાયા અને એકબીજાને બહુ માર્યા કે અંતે…. જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતાં જોવા મળે છે જેમાં માણસો ના પણ હોય અને પશુ, પક્ષી કે પ્રાણીઓ ના પણ લોકો વીડિયો બનાવી વાયરલ કરતા હોય છે જે વીડિયો જોવા દરેક લોકો ને ગમતા હોય છે. આવા ઘણા વીડિયો રોજ વાયરલ થતાં હોય છે જે આપણને ઘણીવાર હસાવતા હોય છે.આવા અનેક અલગ અલગ જાનવરોના વીડિયો જોવા મળતા હોય છે.આમ તો જિરાફ ના વીડિયો બહુ જ ઓછા જોવા મળતા હોય છે પરંતુ જો કોઈ વિડીયો પોસ્ટ થાય તો તે જડપથી સેર પણ થઈ જતા હોય છે. જિરાફ પોતાના લાંબા શરીર ના કારણે ઓળખાય છે એક સ્વસ્થ જીરાફ ની લંબાઈ લગભગ ૧૮ ફૂટ સુધી હોય છે. જેના પગ પણ લાંબા, ડોક પણ લાંબી અને જીભ પણ લાંબી હોય છે.

આમ તો જિરાફ નો સ્વભાવ બહુ જ શરમાળ હોય છે.પણ જો તેને કોઈ ચીડવે તો તે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કહેવાય છે કે જિરાફ શિકાર થી બચવા માટે તેના લાંબા પગનો ઉપયોગ કરે છે. તેના પગથી કરાયેલો એક વાર પણ સિંહ જેવા જાનવર ને મારવાની તાકાત ધરાવે છે.હાલમાં ૨ જિરાફ નો વીડિયો સામે આવી રહયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે જંગલ વચ્ચેથી પસાર થતાં રોડ પર ૨ જિરાફ સામસામે બાધી રહ્યા છે. અને બંને જોત જોતાંમાં જ પોતાની ગરદન થી એકબીજા પર પ્રહાર કરવા લાગે છે.અને એકબીજા પર તુટી પડે છે.

બંને એ રીતે એકબીજા પર ગરદન થી પ્રહાર કરે છે બંને બહુ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. બંને વચ્ચે થતી આ ગંભીર લડાઇ ને જોતા ત્યાં મુસાફરી કરતા લોકો તેમની ગાડી ને પાછી ફેરવી ભાગી જાય છે. તમે જોઈ સકો છો કે બંને જીરાફ બહુ જ ભયંકર રીતે લડાઇ કરી રહ્યા છે.બંને રસ્તાની બાજુ પર જવા નું નામ જ નથી લેતા અને વારંવાર એકબીજા પર હુમલો કરતા જોવા મળે છે. વાઈલ્ડ એનિમલ સાથે જોડાયેલા આ વીડિયો ને Waowafrika નામના ઇન્સ્ત્રાગ્રામ આઇડી પરથી અપલોડ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Waow Africa (@waowafrica)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.